________________
૨૫T
હહહહહહ ઝાકળભીનાં મોતી હહહહહહહહ મેં પાણીમાં પધરાવી દીધી.”
રઘુનાથ કહે, “અરે ! એવી સુંદર ટીકાને તે પાણીમાં પધરાવી દીધી ? આવું કેમ કર્યું ?”
ચૈતન્ય મહાપ્રભુએ કહ્યું, “જે ગ્રંથ મારા મિત્રની કીર્તિને હણી નાખે તે ગ્રંથ શા કામનો ! જે ગ્રંથે તારા દિલ પર ઘા કર્યો, તેનો મેં પાણીમાં ઘા કર્યો.”
રઘુનાથ ચૈતન્યદેવના ચરણોમાં ઢળી પડ્યા. ત્યારે ચૈતન્યદેવે કહ્યું, “રઘુનાથ ! મારી કીર્તિ મારા મિત્રની અપકીર્તિ બને તે હું કેવી રીતે સહન કરી શકું? હકીકતમાં જે કીર્તિનો મોહ છોડે છે તે જ કલ્યાણ સાધી શકે છે.”
માણસ બનજો
સાચે જે ક્યારેક કીર્તિ માનવીના ગર્વનું કારણ બને છે. ક્યારેક એની લાલસા બની જાય છે. પણ જેને કલ્યાણ સાધવું છે એણે કીર્તિ અને અપકીર્તિથી તો પર થવાનું જ છે, એથીય વિશેષ “કીર્તિ કેરાં કોટડાં”માં પોતાનો આત્મા ગૂંગળાઈ મરે નહિ એનો ખ્યાલ રાખવાનો છે.
કીર્તિ જ્યારે વ્યસન બને છે, ત્યારે એ વ્યક્તિના સાહજિક વિકાસને રૂંધી નાખે છે. કીર્તિની ખાખને જે શરીરે ચોળી જાણે તે જ કંઈક કરી શકે છે. કીર્તિને ખાખ કર્યા પછી જ કલ્યાણ સધાય છે.
એક સાચાબોલા સંત, એક ગૃહસ્થને ત્યાં આવ્યા. ગૃહસ્થને બધી વાતનું સુખ પણ પ્રકૃતિ એવી કે સહેજે શાંત બેસે નહિ. ન હોય ત્યાંથી ઝઘડા રળી લાવે. વાતનું વતેસર કરે. ધમાલ-ધાંધલ અને આડંબરનો પાર નહિ.
જેવો પુરુષ હતો, એવી જ પત્ની હતી. પુરુષ ઝઘડો કરે, તો પત્ની બળતામાં ઘી હોમે ! - સંતે એમને ત્યાં ઉતારો તો લીધો. પણ એક દિવસ કાઢવો અઘરો બની ગયો. ક્યાંય શાંતિ નહિ, કશેય સંતોષ નહિ. અગ્નિની ભડભડતી જ્વાળાઓ જેવું જીવન જોઈ સંત તો ત્રાહિમામ્ ત્રાહિમામ્ પોકારી ગયા.
વહેલી તકે વિદાય લીધી. વિદાયના સમયે પુરુષ અને સ્ત્રીએ આશીર્વાદ માગ્યા. સંતે માત્ર બે જ શબ્દો કહ્યા :
માણસ બનજો.”