________________
[૪૭]
હહહહહહહહહઝાકળભીનાં મોતી હહહહહહહહ પરંતુ માનવી જે રીતે કામ કરશે તેનો એના જીવન પર અચૂક પ્રભાવ પડવાનો જ.
ફરિયાદ કરનારો મનમાં નિરાશાને પોષે છે. ધીરે ધીરે એ ઉદાસ બનશે અને આપોઆપ જ બધાં કામોમાં અને અંતે જીવનમાં પોતે નાસી પાસ બનશે.
બીજી બાજુ ઈશ્વરનો આભાર માનનારો એના જીવનના જોશને ટકાવી રાખશે. એનો આનંદ અક્ષત રહેશે. એની મુશ્કેલી ઓ એના મનના ઉલ્લાસની આગળ ઓગળતી જશે, અને ફરી એ આશાભર્યું નવું કદમ ભરશે.
આમ, સદા ફરિયાદ કરનાર જીવનની બરબાદી વહોરે છે. હંમેશાં આભાર માનનારનું જીવન આબાદીથી ભર્યુંભર્યું રહે છે.
પરંપરા અને પરિવર્તન
એકાએક ભયાનક યુદ્ધ ફાટી નીકળ્યું. આકાશમાં વિમાનો ચકરાવા લેવા લાગ્યાં. સામસામાં ટકરાવા લાગ્યાં.
પશુ પક્ષીઓ પોતાનો પ્રાણ બચાવવા ભાગી છૂટયાં. ગાય-ભે સ, કૂતરા, બિલાડાં – બધાં પોતાનો જાન બચાવવા દોડવા લાગ્યાં.
એક દીવાલ પર બે ગીધ બેઠાં હતાં. નિરાંત હતી. તેમને ન કોઈ ઊચાટ હતો, ને કોઈ ચિંતા. નિરાંતે એકબીજા. સાથે વાતો કરતા હતા.
કોઈ પક્ષી એ આ જોયું. એટલે ગીધની પાસે જઈને
કહ્યું ,
“ચાલ, ચાલ, યુદ્ધ ફાટી નીકળ્યું છે. માનવી જંગલી બન્યો છે. એકબીજાના લોહી માટે તરસ્યો બન્યો છે. આ