________________
ફફફ ફફફ ઝાકળભીનાં મોતી
બધાં બાળકો એ મહેલ કે મંદિર, એ પર્વત કે મકાન છોડીને નીકળી પડ્યાં. જેને માટે આટઆટલું લડયાં-ઝઘડયાં એ બધું એમ ને એમ પડી રહ્યું.
એક વાર જે “મારા’ અને ‘તારા’ માટે લડાઈ ચાલતી હતી, તે અંધકાર થતાં ઓથમી ગઈ.
T ૫૭]
મજનૂની આંખ
બાળકોએ અંધકાર થતાં મારું અને તારું છોડી દીધું પણ રેતીમાં મહેલ ચણતો માનવી અંધકારની વેળા જાણતો હોવા છતાં મારું અને તારું ક્યાં છેડી શકે છે ? મોત સામે આવીને ઊભું હોય તેમ છતાં રેતીના મહેલ કે મંદિરની એની આસક્તિ છૂટતી નથી.
આ રેતીના મહેલ એમ ને એમ રહી જવાના છે. એને માટે જે કલહકંકા સ કરે એ નકામાં છે. પરંતુ માનવી ક્યાં આ મારા-તારાનો ભેદ ભૂલી શકે છે.
આથી તો મૃત્યુ વખતે માનવી જીવવાનો વલોપાત કરે છે. આથી તો રેતીના મહેલ બાંધીને લઈ જવા માગે છે. નિરર્થકને માટે ખૂબ ઝઘડે છે. અને જે મૃત્યુ, હકીકત છે તેને ભૂલી જાય છે.
અંધકાર ઊતરે એ પહેલાં ઘેર જવાની તૈયારી કરનાર જ સાચો માનવી છે !
લયલા અને મજનું. એવા પ્રેમી કે બંને પળનોય વિરહ સહન કરી શકે નહિ. એવામાં મજનુને વિરહ સહવાનો વારો આવ્યો.
વિરહના તાપમાં મજનૂ તરફડવા લાગ્યો. આખો દિવસ રસ્તા પર રઝળવા લાગ્યો. લયલા-લયલા-લયલાના નામની બૂમો લગાવવા માંડ્યો. જ્યાં જ્યાં લયલા સાથે ફર્યો હતો, ત્યાં બેસીને કલ્પાંત કરવા લાગ્યો. ઘોર અંધારી રાતે પણ ઊંઘમાંથી ઝબકી જતો અને લયલાના નામની વેદનાભરી ચીસો પાડતો.
ગામના રાજાને મજનુના બેહાલની ખબર પડી. એને વિરહી મજનું ૫ર દયા આવી. મજનને પોતાની પાસે બોલાવ્યો, અને પ્યારથી એનો વાંસો પંપાળતાં કહ્યું,
અલ્યા મજનૂ! તું તો ખરો પ્રેમી છો. આખો દિવસ $$$$$હહહહહ 171 ઉફફફ ફફફફફ
88888888888 170 8888888888