________________
ઝાકળભીનાં મોતી
મોતના ભયથી બેબાકળા તો કોઈ સૂનમૂન જોયા હતા, પણ કોઈને આમ હસતા જોયા ન હતા !
એણે મન્સૂરને પૂછ્યું : “અલ્યા, આટલું ખડખડાટ હસે છે શા માટે ? તું કોઈ વિચિત્ર માણસ લાગે છે. પાગલ તો નથી ને ?”
મન્સૂરે કહ્યું, “પ્યારા જલ્લાદ, તને ખબર નથી ? આજે આખરે મારો વિજય થયો છે.”
જલ્લાદ કહે, "તારો વિજય ? શાનો ? તને તો મોત મળ્યું છે. આ ફાંસીનો ફંદો દેખાતો નથી તને ?”
મન્સૂરે કહ્યું, “જો ને, આખી જિંદગી મેં આ લોકોને ઊંચે જોવાનું કહ્યું. આજ ફાંસીને ફંદે લટકતા મન્સૂરને જોવા માટે એમને કેટલું ઊંચે જોવું પડશે ?”
મન્સુરનું આ કથન જલ્લાદને સમજાયું નહિ, પરંતુ મન્સુરના કથનમાં ઊંડો મર્મ છુપાયો હતો.
માણસ ક્યારેય ઊંચે જુએ છે ખરો ? માનવી માત્ર પોતાના શરીરને જુએ છે. સુખ-સગવડ અને સુવિધાનો જ સતત વિચાર કરે છે. એના વિચાર અને વર્તન શરીરમાં જ ફેરફૂદડી ફરતાં હોય છે.
આપણા વ્યક્તિત્વને કેટલું બધું દેહમાં ઓગાળી દીધું
74
ઝાકળભીનાં મોતી
છે ? કદાચ કોઈ ભક્તિનો તંતુ પકડીએ તો તેને પણ દેહમાં દાટી દઈએ છીએ. કોઈ દૈવી શક્તિનો અણસાર મળે તો આસક્તિમાં ડુબાડી દઈએ છીએ. નવજાગરણની કોઈ વિરલ પળ કે ચેતનની નવીન ઉષ્મા ચીલાચાલુ શરીરની ઉપાસનાને પસંદ નથી. શરીરમાં લપેટાયેલો માનવી ક્યારેય ઊંચું જોઈ શકતો નથી.
જે શરીરને જાણે છે એ ભવમાં ભટકતો રહે છે. જે શરીરની પાર જાય છે જુએ છે તે જ સત્યને પામે છે. મહાવીર અને બુદ્ધ માત્ર શરીરસુખના વિચારમાં ન રહ્યા. પોતાના શરીરથી ઊંચે જોયું. જે શરીરને વટાવી જાણે છે એ જ પરમાત્મા પાસે જઈ શકે છે.
75