Book Title: Zakal Bhina Moti
Author(s): Kumarpal Desai
Publisher: Jaibhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 14
________________ $$$$ ઝાકળભીનાં મોતી છે અ રીસામાં અને તને નર્કનો અહેસાસ મળી જશે. આંખોમાં ક્રોધ, અંતરમાં અપમાન અને મનમાં સતત સળગતી તારી બદલો લેવાની ભાવના. બસ, આને જોઈશ એટલે તને નર્ક નજરોનજર દેખાશે. ” સમ્રાટ શાંત થયો. સ્વસ્થ થયો. પસ્તાવો થયો અને ધીરે ધીરે એના ચહેરા પર બળબળતા કોધના સ્થાને હસમુખી હાસ્યની લકીર પથરાઈ ગઈ. પેલા ફકીરે કહ્યું, "બસ જોઈ લે. આ જ છે સાચું સ્વર્ગ.” સમ્રાટ ફકીરના ચરણોમાં નમી પડેચો. શબ્દને પssના સત્યને પામી શકતો નથી આમ સ્વર્ગ અને નર્ક એ ક્યાંય બહાર નથી, કિંતુ માનવીના અંતરમાં છે. મોટાભાગના માનવી સતત મોટા સ્વર્ગ અને નર્કની વચ્ચે આંટાફેરા મારતા હોય છે. ઘણા માત્ર નર્કમાં વસતા હોય છે અને કોઈ વિરલા જ જીવનમાં સાચા સ્વર્ગને પામતા હોય છે. સ્વર્ગ અને નર્કને મૃત્યુ પછી શોધવાનાં નથી, પણ જીવનમાં જ એનો અનુભવ હોય છે. એ કોઈ જુદાં સ્થાનોએ આવેલાં નથી. કોઈ જુદી એવી દુનિયા નથી, પણ માનવીના જીવન સાથે જ સ્વર્ગ અને નર્ક વીટળાયેલાં હોય છે. સ્વામીનારાયણ સંપ્રદાયના સ્થાપક શ્રી સહજાનંદ સ્વામી ઠેર ઠેર ઉપદેશ આપે, લોકોને સારે માર્ગે વાળે. લૂંટફાટ કરનારી કોમ પણ એ મનો ઉપદેશ થી બદલાઈ ગઈ. બે રાઈને બદલે ભલાઈ કરવા માંડી. એક વાર શ્રી સહજાનંદ સ્વામીને મળવા માટે દીનાનાથ ભટ્ટ નામના સંસ્કૃતના પ્રકાંડ પંડિત આવ્યા. એમની પંડિતાઈ આગળ ભલભલા પાણી ભરે. શ્લોકો તો એટલા બધા મોઢે કે ગણ્યા ગણાય નહિ. એમની સાથે વાદવિવાદ્ધમાં ઊતરવાનું કોઈનું ગજું નહિ. આવા પંડિતજીનો શ્રી સહજાનંદ સ્વામીએ આદર કર્યો અને એમને પૂછ્યું : $$$$૪૪૪૪૪ 21 $$$$$$$$$ $$$$$$$$$$ 20 $$$$$$ફફફફકે

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92