________________
૪
સ્વર્ગ અને નરક મૃત્યુ પછી નહિ, પણ જીવનમાં જ છે.
એક સમ્રાટને સ્વર્ગ જોવાની ઈચ્છા જાગી. નરક નિહાળવાની તાલાવેલી થઈ.
એણે સ્વર્ગ અને નર્કની વાતો તો ઘણી સાંભળી હતી. પણ વાતોથી એને સંતોષ થયો નહોતો, કારણ કે કાંઈ સ્વર્ગને અમુક પ્રકારનું બતાવે તો કોઈ વળી જુદા જ પ્રકારનું કહે. એવું જ નર્કની બાબતમાં પણ બન્યું.
જે કોઈ સાધુ, સંત, મહાત્મા કે ફકીર મળે એ સહુને સમ્રાટ પૂછે છે કે મારે સ્વર્ગ અને નર્ક પ્રત્યક્ષ જોવાં છે. તમે તો જ્ઞાન અને ધ્યાનમાં પારંગત છો, એની મદદથી મને આ સ્વર્ગ અને નર્ક બતાવો.
મહાત્માઓની મુશ્કેલી વધી ગઈ. એમણે સ્વર્ગ અને નર્કની વાતો તો ઘણી કરી હતી, પણ કદીય નજરોનજર
18
****** ઝાકળભીનાં મોતી નિહાળ્યાં નહોતાં.
સમ્રાટને ખબર મળી કે એના નગરની બહાર એક જૈન ફકીર આવ્યો છે. કહે છે કે એની પાસે સાધનાથી મેળવેલી અદ્ભુત સિદ્ધિઓ છે.
સમ્રાટ જૈન ફકીરને સામે ચાલીને મળવા ગર્યા અને કહ્યું કે આપ મને સ્વર્ગ અને નર્ક બતાવો. એની વાતો સાંભળીને તો હું ધરાઈ ચૂક્યો છું, પણ હવે આ વાત નજરોનજરમાં રૂબરૂ કરવી છે.
ફકીરે કહ્યું : “તને જરૂર બતાવું.” અને આટલું બોલી ફકીરે સમ્રાટને કહ્યું,
“ભલે તું મોટા રાજનો સમ્રાટ હોય પણ તારા ચહેરાને તે કદી અરીસામાં જોયો છે ખરો ? તારા જેવા કદરૂપા ચહેરાવાળો બિહામણો માનવી મેં ક્યાંય જોયો નથી. તારા ચહેરા પર માખીઓ બણબણે છે. તને જોઈને મને સૂગ ચડે છે. ચાલ હતી જા, મારા રસ્તામાંથી.”
સમ્રાટના ક્રોધનો જ્વાળામુખી ફાટી ઊઠ્યો. એની આંખો અંગારા વરસાવા લાગી. હોઠ ક્રોધથી ફફડવા માંડયા. મનમાં ગુસ્સો ફૂંફાડા મારવા લાગ્યો અને મ્યાનમાંથી તલવાર કાઢીને એ ફકીરનું ડોકું ઉડાડી દેવા માટે તલવાર વીંઝવાની તૈયારી કરતો હતો, ત્યાં જ ફકીરે કહ્યું,
“સમ્રાટ ! બસ, આ જ છે નર્ક, જોઈ લે, તારી જાતને
◆◆◆◆ 19 ◆◆◆❖❖*
8❖❖