________________
હહહહહહ ઝાકળભીનાં મોતી હહહહહહહહહ
સહુએ નક્કી કર્યું કે એ જ્યાં મૃત્યુ પામ્યો, ત્યાં જ એની દફનવિધિ કરી છે. આ માટે ખાડો ખોદવામાં આવ્યો. ખોદતાં-ખોદતાં પાવડા સાથે કશુંક અથડાયું.
લોકોએ જોયું તો કીમતી હીરા-ઝવેરાત દાટવામાં આવ્યાં હતાં. પુષ્કળ સોનામહોરો હતી.
બધા વિચારમાં પડયા કે પેલો રોગીયે કેવો કહેવાય ? આટલું બધું ધન હતું, છતાં નિર્ધનની જેમ જીવ્યો. આટલી બધી સમૃદ્ધિ હતી, તેમ છતાં સહુની પાસે બટકું રોટલા માટે કાકલુદી કરી.
૪૩
માનવીની હાલત પેલા રોગી જેવી જ છે. એના હૃદયમાં ખજાનો છુપાયેલો છે, અને એ જીવનભર એને બહાર શોધ્યા
હૃદયમાં જ સુખ, શાંતિ અને સંતોષ વસે છે. અને એ વ્યસનમાં સુખ, વાસનામાં શાંતિ તેમ જ ધનમાં સંતોષ શોધે છે.
કેવી વિચિત્ર દશા છે માનવીની ? ખજાનો એની પાસે છે અને કસ્તૂરીમૃગની માફક એની પાસેના ખજાનાને ભૂલીને એ જીવનભર અહીં-તહીં દોડધામ કરે છે..
ઉપકાર અને અપકાર
- - - -- વારાણસીમાં ગંગાઘાટ પર એક વૃદ્ધ સ્નાન કરવા ઊતર્યા, પણ પગ સરકી ગયો અને ડૂબવા લાગ્યા.
એક યુવાન તરત અંદર કૂદી પડ્યો અને વૃદ્ધને બચાવી બહાર લાવ્યો.
વૃદ્ધે કહ્યું, “મારે લાયક કંઈ કામ હોય તો કલકત્તા આવજો. હું તમને મદઠ કરીશ.” અને યુવકને પોતાનું સરનામું આપ્યું.
કેટલાય મહિના બાદ યુવક પેલા વૃદ્ધને મળ્યો અને થોડીક કવિતાઓ તેમની સામે મૂકી બોલ્યો, “આ કવિતાઓને આપના 'પ્રવાસી'માં છાપો તો સારું.”
કવિતા વાંચી વૃદ્ધે કહ્યું, “હું એક વાત કહું ?” યુવકે ઉત્તર આપ્યો, “કહો.”
વૃદ્ધે કહ્યું, "હું આ કવિતાઓ છાપી નહિ શકું. તમે ચાહો તો પેલા ઉપકાર બદલ મને ફરી પાછો ગંગામાં ધકેલી શકો છે. ” ફફફ ફફફ ફફફ 135 ઉજફફફફ ફફફકે
ફફફફ8988 134 88888888888