________________
[૨૩]
ફફફ ફફફ ઝાકળભીનાં મોતી
જજ માણસ જેવા હોય છે, તેવું જ જગત તેને દેખાય છે. જેવી એની દષ્ટિ હોય છે, તેવી જ સૃષ્ટિ એ રચે છે.
દુનિયા તો એક દર્પણ છે. એમાં સારો માનવી સત્ય, શિવ અને સૌંદર્ય જોશે. એને બધે જ પ્રેમનો પારાવાર ઊછળતો લાગશે. જ્યારે માનવી સ્વાર્થ કે દ્વેષ-બુદ્ધિથી જગતને જોશે તો એને આખુંય જગત સ્વાર્થી અને પ્રપંચી લાગશે.
આપણે જે બીજામાં જોઈએ છીએ, તે ખરેખર આપણે પોતે હોઈએ છીએ. વ્યક્તિ પોતાની જ પ્રતિક્રિયા પારકામાં જતી હોય છે.
જ્યાં સુધી જગત શુભ અને સૌંદર્યવાન ન લાગે ત્યાં સુધી માનવું કે આપણી દ્રષ્ટિમાં કંઈક ખામી છે. આપણી જીવનરીતિમાં કોઈ ખોડ છે, જેને કારણે જગત અસુંદર ભાસે છે.
શ્રદ્ધાનો ચમકાર
તિબેટમાં મારા નામના સંત થઈ ગયા. તેઓ સાવ સીધા-સાદા આદમી હતા. હંમેશાં ભક્તિમાં લીન રહેતા. ગુરુની આજ્ઞા પાળે અને સંયમી જીવન ગાળે.
મારપાની સાથે ભણતા બીજા શિષ્યોને મનમાં દહેશત પેઠી. એમને થયું કે નક્કી, આપણા ગુરુ આ મારપાને એમનો ઉત્તરાધિકારી બનાવશે.
ગુરની ગાદીએ બેસવા ઘણા શિષ્યો તલપાપડ હતા. એમાંના કેટલાકે મારપાનો કાંટો દૂર કરવાની યોજના કરી.
એક શિ ધ્યે આવીને ભલા-ભોળા મારપાને કહ્યું, “અરે ! તારે માટે ગુરુની આજ્ઞા છે – જો તને એમના પર શ્રદ્ધા હોય તો આ ઊંડી ખાઈમાં કૂદી પડવું.”
ગુરુએ તો આવી કોઈ આજ્ઞા કરી નહોતી. માત્ર શિષ્યોએ આ વાત ઉપજાવી કાઢી હતી.