Book Title: Zakal Bhina Moti
Author(s): Kumarpal Desai
Publisher: Jaibhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 44
________________ હ ફ ઝાકળભીનાં મોતી $$$$$$છે બદલે તેઓ તો ડૂબવા લાગ્યા. મહામુશ્કેલી એ શિષ્યોએ એમને ડૂબતા બચાવ્યા. જ ફરે ઝાકળભીનાં મોતી જ છે મારપાએ ઊંડી ખાઈમાં ઝંપલાવ્યું. એના સાથીઓ જુદા રસ્તેથી ખાઈમાં નીચે આવ્યા. એમણે તો ધાર્યું હતું કે મારપાનો મૃતદેહ મળશે પણ એને બદલે સાથીઓએ મારપાને એક વૃક્ષ નીચે સમાધિમાં લીન બનીને બેઠેલો જોયો. એક વાર મારપી નદી પાર કરતો હતો. કેટલાક શિષ્યોએ કહ્યું, “મારપા ! શાસ્ત્રમાં કહ્યું છે કે જેની ગુરુ પર અતૂટ શ્રદ્ધા હોય છે, તે પાણી પર ચાલી શકે છે. તું તારી શ્રદ્ધા પુરવાર કરી આપ.” મારપાએ તો પાણીમાં ઝંપલાવ્યું, આશ્ચર્યની સાથે એ પાણી પર ચાલીને નદી પસાર કરી ગયો. શિષ્યોની વિમાસણનો પર ન રહ્યો. વાત વહેતી વહેતી ગુરુ પાસે પહોંચી ગઈ. શિષ્યોએ ગુરુને કહ્યું કે “અમે આપનું નામ લઈને, ખોટું બોલીને એને ખાઈમાં પડવાનું, આગમાં ઝંપલાવવાનું કે પાણી પર ચાલવાનું કહ્યું. મારપાએ અમે કહ્યું તે પ્રમાણે કર્યું, પણ એને ઊની આંચ પણ આવી નહિ. આપના નામનો મહિમા અપાર છે.” આ વાત સાંભળતાં ગુરુના મનમાં અહંકાર જાગ્યો. એક વાર ગુરુ નદી પાર કરતા હતા ત્યારે તેમણે મનોમન વિચાર્યું કે જો મારા નામ પર મારા પાણી પર ચાલી શક્યો તો મારા માટે આ વાત સાવ આસાન ગણાય. એમણે શિષ્યોને કહ્યું કે, “જુઓ, મારા નામના મહિમાથી મારપા ચાલ્યો એમાં મારવાની ખૂબી નથી, મારા નામની તાકાત છે.” આટલું બોલી ગુરુ પાણી પર ચાલવા ગયા. ચાલવાને આ પ્રસંગનો મર્મ એ છે કે મારપા ગુરુના નામના કારણે પાણી પર ચાલ્યો નહોતો, પરંતુ એની શ્રદ્ધાને કારણે પાણી પર ચાલી શક્યો. ગુરુ મહાને નથી, શ્રદ્ધા મહાન છે. સાચી શ્રદ્ધામાં સમર્પણ હોય છે; માગવાનું નહિ પણ મૂકવાનું હોય છે; શંકા નહિ પણ વિશ્વાસ હોય છે; પળોજણ નહિ બલ્ક પ્રતીતિ હોય છે. જ્યાં શ્રદ્ધા જાગે છે ત્યાંથી અહંકાર નાસે છે. અહંની સીમાને ઓળંગનાર જ શ્રદ્ધાના દ્વારમાં પ્રવેશી શકે છે. આજે ઈશ્વર પ્રત્યે શ્રદ્ધા દાખવવાને બદલે એની સાથે શરત લગાવવામાં આવે છે. આટલો ચમત્કાર કરે તો તારું સત સાચું, એવો ઈશ્વરને પડકાર ફેંકવામાં આવે છે. આમ આજનો માનવી ઇશ્વરની કસોટી કરવા નીકળ્યો છે ! એને ઈશ્વરમાં અડગ શ્રદ્ધા નથી, પણ અંગત સુખમાં રસ છે. ઈશ્વરમાં પ્રતીતિ નથી, છતાં ઈશ્વર પાસેથી આપત્તિ હરનારો ચમત્કાર વાંચ્છે છે. હે ઈશ્વર ! તું આટલું આપે તો હું તને આટલું આપું એવો બદલાનો વેપાર ચાલે છે. જ્યારે સાચી શ્રદ્ધા તો ચમત્કારમાં નહિ, સમર્પણમાં વસેલી છે.

Loading...

Page Navigation
1 ... 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92