Book Title: Zakal Bhina Moti
Author(s): Kumarpal Desai
Publisher: Jaibhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 79
________________ [૪૯] હ ઝાકળભીનાં મોતી છછછછછછછછછે ભગવાન બુદ્ધ ફરી પોતાના શિષ્યને પાણી લેવા મોકલ્યો. શિ આનંદ કમને ગુરુ-આજ્ઞાનું પાલન કરતો હતો. આનંદ ત્રીજી વાર પહાડી ઝરણા પાસે આવ્યો, પરંતુ પાણી જોઈને એના આનંદનો પાર ન રહ્યો. કેટલું નિર્મળ જળ ! ક્યાં પાંદડાં અને કાદવથી ડહોળાયેલું પાણી અને ક્યાં ચોખ્યું કાચ જેવું પાણી ! શિષ્ય આનંદે પહાડી ઝરણામાંથી ગુરુને કાજે નિર્મળ જળ લીધું પણ સાથોસાથ આ પ્રસંગનો અર્થ વિચારવા લાગ્યો. ધીરજ અને સમજ ભગવાન બુદ્ધ વૃદ્ધ થયા હતા તે સમયની આ વાત છે. તેઓ જંગલમાંથી પસાર થતા હતા. એમને ખૂબ તરસ લાગી. શિષ્ય આનંદ નજીકમાં વહેતા પહાડી ઝરણા પાસે ગયા. ઝરણામાંથી થોડી વાર પહેલાં જ ઘેટાંનું ટોળું પસાર થયું હતું. આને કારણે પાણી ખૂબ મેલું હતું. સડેલાં પાંદડાં અને કાદવથી ડહોળું હતું. આવું પાણી લેવાય કેમ ? આથી આનંદ પાણી લીધા વિના પાછો ફર્યો, પરંતુ ભગવાન બુદ્ધ અને ફરી પાછો પહાડી ઝરણામાંથી પાણી લાવવા મોકલ્યો. નદી ઘણી દૂર હતી. આ ઝરણાના પાણીથી જ તરસ છીપાવવી પડે તેમ હતું. પરંતુ હજી ઝરણાનું પાણી મલિન અને ડહોળાયેલું હતું. શિષ્ય આનંદ પાણી લીધા વિના પાછો માનવીનું મન પેલા ઝરણા જેવું છે. એમાં વિકાર, લાલસા અને વાસનાનાં વાવાઝોડાંની ગડરિયાં આવતી રહે છે. જીવન છે તો ઝંઝાવાત છે. સંસાર છે તો બળવાનુંજલવાનું છે. રાગ અને દ્વેષ તથા કામના અને વાસનાના ઝંઝાવાતા જીવનનદીનાં નીરને ડહોળાં કરી દેશે, પરંતુ અકળાવાની કે મૂંઝાવાની જરૂર નથી. ડહોળાં નીર શાંત થાય ત્યાં સુધી ધીરજ ધરવાની જરૂર છે. મનથી મહાન થવાતું નથી, કિંતુ મનના ઝંઝાવાતોને

Loading...

Page Navigation
1 ... 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92