Book Title: Zakal Bhina Moti
Author(s): Kumarpal Desai
Publisher: Jaibhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 64
________________ ઝાકળભીનાં મોતી હજહક બેયની વાત જુદી છે, એમાં કશો મેળ નથી, છતાં તમે શા માટે વારાફરતી બોલો છો ? તમે બેય સાથે બોલી શકો છો, પછી એમાં વાંધો શું ?” પેલા પાગલોએ જવાબ આપ્યો, “અમને બોલવાની રીતભાતનો પૂરેપૂરો ખ્યાલ છે. જ્યારે એક બોલે ત્યારે બીજાએ ચૂપ રહેવું જોઈએ, જેણે બીજાની વાત સાંભળવી હોય એણે મૌન સેવવું જોઈએ.” [૩૭] બે માંજો, સવારે ઘઓ ! હકીકતમાં જોઈએ તો જમાનાની રફતાર આજે એવી છે કે બધાં જ એકસાથે બોલે છે. એક વ્યક્તિ બીજી વ્યક્તિને મળશે ત્યારે માત્ર "હું"નું જ કીર્તન કરશે. દરેક માણસ પોતાની વાતમાં એટલો ડૂબેલો છે કે એ બીજાની સાથે સંવાદ સાધવા જાય છે છતાં એકોક્તિ જ કરતો હોય છે. પોતાનાં સુખદુઃખ, પોતાની બડાઈ, પોતાની તબિયત કે પોતાની સિદ્ધિ-પ્રસિદ્ધિ જ - બીજાની અનિરછા હોય છતાં તેના પર લાદતો હોય છે. જે બીજાને જાણવા ચાહે છે, એણે પોતે મૌન સેવવું પડશે. જે “અમે”નો ભાવ અનુભવવા માગે છે, એણે “હું”ને છોડવું પડશે. આથી “હું” ઓગળી ગયા પછી સાચા પ્રેમનો પ્રારંભ થાય છે. જ્યાં “હું” છે, ત્યાં વિવાદ છે. જ્યાં “અમે” છે ત્યાં સંવાદ છે. એક યોગી પાસે આવીને જિજ્ઞાસુએ કહ્યું, “યોગીરાજ! મારે સાચું જીવન જીવવું છે. સાચું કાર્ય કરવું છે. આ માટેનો મને માર્ગ બતાવો.” યોગીરાજે એ જિજ્ઞાસુને કહ્યું કે, “તમે નજીકની ધર્મશાળાના ચોકીદાર પાસે જાઓ. એની સાથે રહો. એની પાસેથી તમને જીવનનો માર્ગ જડી જશે.” પેલો જિજ્ઞાસુ ધર્મશાળાના ચોકીદાર પાસે ગયો. એની દિનચર્યા ખુબ ધ્યાનથી જોવા લાગ્યો. ચોકીદાર સામાન્ય માનવી હતો, પણ સાવ સરળ અને નિદૉષ હતો. પેલા જિજ્ઞાસુ માનવીને એની દિનચર્યામાં કશું રહસ્ય દેખાયું નહિ. સા ધારણ અવસ્થામાં ચોકીદાર જીવતો હતો. માત્ર રાત્રે સૂતી વખતે અને સવારે ઊઠ્યા પછી એ શું કરતો હતો, એની ખબર નહોતી પડી. જિજ્ઞાસુએ ચોકીદારને પૂછ્યું ત્યારે એણે જવાબ આપ્યો, કશું ખાસ કરતો નથી. રાત્રે સૂતાં અગાઉ બધાં વાસણ ફફફ ફફફ ફફફ 121 ફફફ ફફફ ફફફકે ફફફ8988 120 ફ8888888888

Loading...

Page Navigation
1 ... 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92