Book Title: Zakal Bhina Moti
Author(s): Kumarpal Desai
Publisher: Jaibhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 29
________________ હહહહહહ ઝાકળભીનાં મોતી હહહહહહહહહ [૧૪] મુંઝાયેલો માનવી માગણીનું પાત્ર લઈને ભગવાન પાસે દોડે છે, પણ એ પહેલાં પોતાની જાતને પૂછતો નથી કે આ યાતના આવી ક્યાંથી ? આ ઉપાધિ વળગી કઈ રીતે ? આની એ શોધ કરે તો ખબર પડે છે કે આમાંનું કશુંય ઈશ્વરે મોકલ્યું નથી. આ બધી તો પોતે જ સર્જેલી માયાવી દુનિયા છે. ભાવ-અભાવની આસપાસ માનવીએ પોતાનાં સુખદુ:ખ, આશા ને નિરાશા લપેટી દીધાં છે. જે માગવાનું મૂકીને ચાહનાથી પરમાત્માની આરાધના કરે છે એ સાચો આસ્તિક. બાકી જે પોતાની કામના પૂરી કરવા ભક્તિની ધૂન મચાવે છે, તે આસ્તિકતાનું ચામડું ઓઢી ફરતા નાસ્તિક છે. આજ ભગવાનને માટે, કાલ ભગવાનને માથે મહારાજ યુધિષ્ઠિર હસ્તિનાપુરની ગાદીએ બિરાજતા હતા. જ્ઞાની અને દાની તરીકે એમની ઘણી મોટી નામના. એક દિવસ બારણે યાચક આવ્યો. એણે મહારાજ યુધિષ્ઠિર પાસે યાચના કરી. યુધિષ્ઠિર રાજાને એની યાચના યોગ્ય જણાઈ. મનમાં એને દાન આપવાની ઇચ્છા પણ થઈ કિંતુ સહેજ આળસમાં કહી દીધું, ભાઈ, કાલે આવજે ને ! કાલે તને જરૂર આપીશ.” બાજુમાં બેઠેલો ભીમ વિચારમાં પડી ગયો. યાચક ખાલી હાથે પાછો ફરી ગયો. મનોમન ભીમ વિચારે કે મોટાભાઈએ આવું કહ્યું શા માટે ? શું દાનનો મહિમા તેઓ વીસરી ગયો ?

Loading...

Page Navigation
1 ... 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92