Book Title: Zakal Bhina Moti
Author(s): Kumarpal Desai
Publisher: Jaibhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 74
________________ ઝાકળભીનાં મોતી સૂફી ફકીરે હસતાં હસતાં જવાબ આપ્યો. “તમે કહો તો આ બધુંય પળવારમાં છોડી ચાલી નીકળવા તૈયાર છે આટલું બોલીને સૂફી ફકીર તો ઊભા થઈ ગયા અને તરત જ ભિખારીની સાથે ચાલવા લાગ્યા. એટલી સાહજિકતાથી બધું છોડી દીધું કે પગરખાં પહેરવા પણ ઊભા ન રહ્યા. થોડું ચાલ્યા હશે ત્યાં એકાએક પેલા ભિખારીએ અકળાતાં કહ્યું, “અરે ! હું મારું ભિક્ષાપાત્ર આપની છાવણીમાં ભૂલી ગયો. હવે શું કરું ? આપ અહીં ઊભા રહો. હું જલદી પાછો જઈને મારું ભિક્ષાપાત્ર લઈ આવું છું.” સૂફી ફકીરે હસતાં હસતાં કહ્યું, “તારા ટોરાએ હજી તારો પીછો છોડચો નથી. જ્યારે મારે ત્યાં સોનાના ખીલા હતા. પણ તે જમીનમાં ખોડચા હતા, હૃદયમાં નહિ !” ભિખારી સૂફી સંતની અનાસક્તિ ઓળખી ગયો. આસક્તિ એ જ માનવજીવનમાં દુઃખદાયી છે. આસક્તિ ગઈ એટલે મમત્વ ગયું. આ મમત્વ એ જ મારક છે. માનવી પર એ પહેલાં મોહજાળ પાથરે છે અને પછી માનવીને તેમાં ફસાવે છે. 140 ઝાકળભીનાં મોતી દસ લાખની સંપત્તિ ધરાવનારને દસ રૂપિયા ગુમાવતાં પારાવાર દુ:ખ થાય છે. આનું કારણ એ છે કે એને ધનની આસક્તિ છે. જ્યાં આસક્તિ છે ત્યાં મન છે. જ્યાં મન છે ત્યાં કામનાનો પાર નથી, વાસનાનો છેડો નથી, આકાંક્ષાઓનો અંત નથી. પદ પીડાકારક નથી. પદની આસક્તિ પીડાદાયી છે. આ આસક્તિનું બાષ્પીભવન થાય તો જ માનવી આનંદથી જીવી શકે; કારણ કે આસક્તિ જતાં આકાંક્ષાનો અંત આવશે, એષણા આથમી જશે, મનનો દોર તૂટશે. 'ઉત્તરાધ્યયન સૂત્રમાં યોગ્ય જ કહ્યું છે કે, “જેમ બગલીમાંથી ઈંડું જન્મે છે અને ઈંડામાંથી બગલી થાય છે તેમ મોહમાંથી તૃષ્ણા જાગે છે અને તૃષ્ણામાંથી મોહ થાય છે.” 141

Loading...

Page Navigation
1 ... 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92