Book Title: Zakal Bhina Moti
Author(s): Kumarpal Desai
Publisher: Jaibhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 55
________________ ઝાકળભીનાં મોતી બાળક પાણીમાં છબછબિયાં બોલાવતો છત્રી ઓઢીને લહેરથી ચાલ્યો ગયો. [૩૧] કર્મ અને ઘર્મ – –––––– શ્રદ્ધા એ એક મહાન ચીજ છે. પણ આપણે શ્રદ્ધાને શરતમાં પલટાવી નાખી છે. જે ઈશ્વર આપણી શરત કબૂલ રાખે, એ સારો. જે પ્રભુ આપણું માગેલું તાત્કાલિક આપે એ મહાન, આ શ્રદ્ધા નથી, શરત છે; આસ્થા નથી, લાલસા છે. આવી શરત માનવીને આ ધ્યાત્મિક બનાવવાને બદલે અપંગ બનાવે છે. સાચી શ્રદ્ધાની ઇમારતના પાયામાં જ આત્મવિશ્વાસ છે. હૃદયની ઢંઢ પ્રતીતિમાંથી એ જાગે છે અને કાળમીંઢ ખડકોને એ પળવારમાં તોડી નાખે છે. રણમાં હરિયાળી ફેલાવી શકે છે. પરમાત્માની પાસે જવાનું પહેલું દ્વાર છે શ્રદ્ધા. જેને ઈશ્વરમાં શ્રદ્ધા નથી, તે ઈશ્વરને કદી પામી શકતો નથી. એ શ્રદ્ધામાં કોઈ વાસના નથી, લોભામણી લાલસા નથી. ભક્તિ માટેની કોઈ શરત કે ઉપાસનાનું વળતર નથી. એ હૃદયમાંથી જાગેલી એક વિરલ અનુભૂતિ છે. દિલમાં ટમટમતા દીવાની એ મલકતી જ્યોત છે. એક બાઇ શાહે તાજ બંધાવ્યો જમુનાના ઘાટે. એક શાહે ગગનચુંબી ઠેરાં બાંધ્યાં શત્રુંજયના પહાડે, એકે ઇસ્કેમિજાજી (પ્રિયાપ્રેમ) બતાવી, બીજા એ ઇશ્કેહકીકી (પ્રભુ પ્રેમ) પાછળ અનર્ગળ ધન કુરબાન કર્યું. એ શાહનું નામ મોતીશા ! આંગણે હા થી ઝૂલે. દરિયામાં વહાણ ડોલે. સોના-રૂપાં ખજાનામાં અપરંપાર. એ મોતીશા શેઠના દીકરા ખીમચંદ શેઠ. કાળના વેરાફેરા આવ્યા. પિતાજી ગયા. નાણું ગયું. ધંધો ખોરવાયો. પેઢી કાચી પડી. વિ. સં. ૧૯૦૮ના શ્રાવમ વદ એકમે પેઢી બંધ કરી, સરકારને જાણ કરી. સ્વજનોએ કહ્યું : “ધંધામાં તો બધું ચાલે. જોજે, જે હોય તે બતાવી દેતો નહિ, નહિ તો તને બાવો બનાવી દેશે.” $$$$$$$$$$$ 102 $$$$$$$ફક

Loading...

Page Navigation
1 ... 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92