________________
T૩૨
જેટલું ઓછું, તેટલું વધુ!
એક ગરીબ બ્રાહ્મણ હતો ! માંડ માંડ પૂરું કરે. એની કમાણી ઘણી ટૂંકી અને પરિવાર ઘણો મોટો હતો.
એક વાર કંટાળીને, થાકીને એક મહાત્મા પાસે ગયો. સાષ્ટાંગ દંડવત્ કરીને સંત મહાત્માને આજીજી કરતાં કહ્યું,
“અરે મહાત્માજી ! જીવન ધૂળ બની ગયું છે. પરિવાર ઘણો બહોળો છે. અને કળિયુગમાં લોકોનાં મન ટૂંકાં થયાં છે. પરિણામે ભિક્ષા ઘણી ઓછી મળે છે. કંઈક ઉપાય બતાવો, જેથી આ ઘરનું ગાડું ગબડે.”
સંત મહાત્મા ઊંડા વિચારમાં પડી ગયા. એમને બ્રાહ્મણ ભણી ઘણી દયા આવી. અંતે એક ઉપાય કહ્યો. એમણે કહ્યું,
“જો, તને એક રસ્તો બતાવું. તું એક બકરી રાખ. ચારો નહિ આપે તોય ચાલશે. બકરી દૂધ આપશે અને તારો
ફફફ ઝાકળભીનાં મોતી
જે થોડો નિર્વાહ થશે.”
બ્રાહ્મણે બકરી રાખી, ચારો આપવાના તો સાંસા. આથી બકરી આસપાસ ભટકવા લાગી.
કોઈના ઘરમાં પેસી જાય. બધું ઢોળી-ફોડી નાખે. કોઈના દાણા ખાઈ જાય તો કોઈનાં કપડાં ચાવી જાય. રસ્તામાં નાનું કરું આવી જાય તો એને માથું મારી પાડી દે.
સાંજે બકરીને ખોળવા માટે બ્રાહ્મણને ઘણું ફરવું પડતું. માંડ માંડ એને શોધીને ઘેર લાવે, પણ બકરી સાથે બીજા. કજિયા પણ આવે.
દુઃખી બ્રાહ્મણ તો વધુ દુઃખી થઈ ગયો. ફરી એ મહાત્મા પાસે ઉપાય પૂછવા ગયો.
એણે સંત-મહાત્માને કહ્યું કે, “મારી ગરીબી તો એટલી જ રહી, પણ આ બકરી આવતાં ઊલટી ગામની ઉપાધિ વધી. માટે, આપ કૃપા કરી અને બીજો કોઈ ઉપાય બતાવો.”
સંત મહાત્મા ફરી ઊંડા વિચારમાં લીન થઈ ગયા. થોડી વારે એમણે કહ્યું,
જો ભાઈ ! ભૂખ અને બકરીના દુઃખમાંથી છૂટવાનો એક ઉત્તમ ઉપાય છે. તું એક ગાય રાખ. તેથી ગૌસેવાનો લાભ મળશે અને પુણ્ય મળતાં તારું દુઃખ ઓછું થશે. વધારામાં તારી બકરીને સોબત મળશે.”