________________
[૩૯]
$$$ ઝાકળભીનાં મોતી
છે ભૂખ્યો છું. ભૂખ્યો માનવી મહેનત કઈ રીતે કરી શકે ?”
આ વાત સાંભળીને ગામનો મુખી પેલા ભૂખ્યા માણસને પોતાને ઘેર લઈ ગયો. ભાવથી ભોજન કરાવ્યું. ફરી મંદિર પર આવીને મુખી એ પોતાનું કામ શરૂ કર્યું. પણ પેલો માનવી તો ફેરી દૂર ઊભો રહી ગયો. એ જ રીતે મો ઉદા સ કરીને ઊભો રહ્યો. ન એણે ઈંટ ઉઠાવી કે ન રેત લાવ્યો. ચૂપચાપ ઊભો જ રહ્યો.
આ જોઈને ફરી ગામલોકો એની પાસે આવ્યા અને પૂછ્યું : “વળી કઈ તકલીફ આવી આપને ?”
પેલા માનવીએ કહ્યું, “હવે તો ઉપાધિનો પાર ન રહ્યો. સવારે ખાલી પેટ હતું. તો અત્યારે ભરપેટ છું. સવારે નીચો વળી શકતો હતો. પણ હવે તો એટલું જમ્યો છું કે સહેજ ચાલવું પણ આકરું લાગે છે.”
ગામલોકો આ માનવીની વૃત્તિ પારખી ગયા અને મંદિર બાંધવાના કામ માં ગૂંથાઈ ગયા.
સામાન બચાવ્યો, પણ...
પેલો માનવી જેને કામ કરવું નથી એની પાસે બહાનાં તો અનેક હોય છે. પ્રમાદીની પાસે કારણોની યાદી હોય છે. કોઈ કામ કરે નહિ, અથવા તો એ એક જ કામ કરશે - અને તે કામ નહિ કરવાનું બહાનું શોધવાનું.
આ પ્રકારના માનવીઓ હંમેશાં પરિસ્થિતિને દોષ આપે છે. એમને દરેક પરિસ્થિતિ પ્રતિકૂળ લાગે છે. જેને બહાનાં શોધવાં હોય તેને ક્યાંય અનુકૂળતા દેખાતી નથી.
એક ધનવાનનું ઘર મહેલ જેવું મોટું હતું. ધનવાનના મહેલમાં આગ લાગી. સમયસર ચેતવણી મળી. નોકરો મારફતે ઘરનું રાચરચીલું બહાર કઢાવવા લાગ્યો.
એક પછી એક ચીજ નોકરો બહાર લાવવા માંડ્યા. તિજોરી, હિસાબના ચોપડા અને પૈસા લાવ્યા, ખુરશી, મેજ અને કબાટ લાવ્યા.
ધનવાન બેબાકળો બની ગયો હતો. આગ વધુ ને વધુ ફેલાઈ રહી હતી. પોતાનું મહેલ જેવું ઘર ભડકે બળતું જોઈને રડવા લાગ્યો. આંખમાંથી આંસુની ધારા વહેવા લાગી.
બધી ચીજવસ્તુઓ બહાર આવી ગઈ. ધનવાને સેવકોને પૂછ્યું :
હવે કશું ઘરમાં રહ્યું તો નથી ને ?”
સેવકોએ જવાબ આપ્યો, “અમે બધું જ બહાર કાઢી લાવ્યા છીએ. કશું રહ્યું નથી. છતાં ફરી એક વાર અંદર જઈને ફ
ફફ ફફફ 125 6
ફફફ
124 ફહહહહહહહહહ