________________
T૭
ઝાકળભીનાં મોતી
જે યુવાન ગભરાઈ ગયો. એણે કહ્યું, “અરે ! આંખો તે કોઈને વેચાતી અપાતી હશે ?”
ટૉલ્સ્ટૉયે કહ્યું : “કંઈ વાંધો નહિ. એ વેપારી હાથ પણ ખરીદે છે. તારા બે હાથ આપીશ તો એ તને રોકડા પંદર હજાર રૂપિયા આપશે. તું ધનવાન બની જઈશ.”
હાથ ! હાથ તે અપાતા હશે ? હથ જાય પછી શું રહે ?”
ટૉલ્સ્ટૉયે હળવેથી કહ્યું, “જો ભાઈ ! તારે આંખ આપવી નથી, હાથ આપવા નથી, તો એ માણસ પગ પણ ખરીદે છે. તારા બે પગ આપશે તો પણ તારી ગરીબી સાવ દૂર થઈ
માત્ર સોના-ચાંદી નહિ,
ચાંદો-સૂરજ તારા હાથમાં
સંત ટૉલ્સ્ટૉય પાસે એક યુવાન આવ્યો. એમના પગમાં પડી દીન સ્વરે કરગરતો કરગરતો કહેવા લાગ્યો.
"હું ખૂબ-ખૂબ દુઃખી છું. મારી પાસે કશી સંપત્તિ નથી. મારી પાસે એક પૈસો પણ નથી.”
ટૉલ્સ્ટૉયે હળવાશથી કહ્યું, “હું... તારી વાત સમજ્યો, તારે ધન મેળવવું છે. તારે સંપત્તિ જોઈએ છે. ખરું ને ?”
યુવાને હકારમાં માથું હલાવ્યું.
ટૉલ્સ્ટૉયે કહ્યું, “જો તને એક સરસ ઉપાય બતાવું. હું એક વેપારીને ઓળખું છું. એ માણસની આંખો ખરીદે છે. એની પાસે જા. તારી બે આંખના એ વીસ હજાર રૂપિયા આપશે. ”
યુવાન ટૉલ્સ્ટૉયની વાત સમજી શક્યો નહિ. એણે અકળાઈને કહ્યું, “અરે ! આપ કેવી વાત કરી રહ્યા છે ?”
ટૉલ્સ્ટૉયે કહ્યું, “હું સાવ સાચી વાત કરું છું. જો તારે પૈસા જોઈતા હોય તો આખું શરીર વેચી નાખ ! એ વેપારી માણસના શરીરમાંથી કંઈ કંઈ કીમતી દવાઓ બનાવે છે. તારા શરીરના બદલામાં એ તને એક લાખ રૂપિયા આપશે !”
યુવાનની ધીરજ ખૂટી. એ બોલી ઊઠયો, “અરે ! આપ કેવી વિચિત્ર વાત કરો છે ? એક કરોડ રૂપિયા મળશે તોય હું મારા શરીરને – મારા પ્રાણને વેચવાનો નથી !”
ટૉલ્સ્ટૉયે હસતાં હસતાં કહ્યું, “જે માણસ એક લાખ