Book Title: Zakal Bhina Moti
Author(s): Kumarpal Desai
Publisher: Jaibhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 33
________________ હહહહહહહહહ ઝાકળભીનાં મોતી છે નજીક ગયા. જઈને પૂછ્યું, “અરે ! આપ આ મધરાતની વેળા એ દિવ્ય પુસ્તકમાં શું લખી રહ્યા છો ?” દેવદૂતે ઊંચે જોયું. એણે જવાબ વાળ્યો, “આ પુસ્તકમાં ઈશ્વરના સાચા ચાહકોનાં નામ લખું છું. જે મનુષ્યો સાચા દિલથી ઈશ્વરને પ્રેમ કરે છે એમનાં નામ એકઠાં કરું છું.” ભક્ત અબૂબને નિખાલસતાથી પૂછયું, “શું આમાં મારું નામ લખ્યું છે ખરું ?” ના.” દેવદૂતે જવાબ આપ્યો. અબુબન કહે, “ઈશ્વરના ચાહક તરીકે મારું નામ ન લખ્યું હોય, તો કશી હરકત નથી. પરંતુ એટલું લખી લો કે અબૂબન બધાં માનવીઓને હૃદયથી પ્યાર કરે છે.” એટલામાં તો દેવદૂત અદૃશ્ય થયો. બીજી મધ રાતે ફરી એ પાછો આવ્યો. એણે સોનેરી પુસ્તક અબૂબનની નજર પ્રભુનો સાચો ભક્ત માનવીને ચાહતો હશે – –– –– ––– –- --- -- સામે મૂક્યું. ભક્ત અબૂબન, બધાં પર સમાન દ્રષ્ટિ રાખે, હોંશે હોંશે સહુની સેવા કરે. પારકાના ભલામાં પોતાનું ભલું જુએ. લક્ષ્મીનો મોહ નહિ. સત્તા મેળવવાની કોઈ લાલસા નહિ. બસ, રાત-દિવસ માનવની સેવા-સુશ્રુ યા કરે જાય. એક વખતે મધરાતે અચરજ જોયું. ઊંઘમાંથી એકાએક ઊઠેલા ભક્ત અબૂબને આખા ઓરડામાં પ્રકાશ પ્રકાશ જોયો. મધરાતે આવું અજવાળું ક્યાંથી ? જાણે પોતાના ઓરડામાં સૂરજ ઊગ્યો હોય ! અબુબને ચારે તરફ નજર ફેરવી. જોયું તો એક ખૂણામાં બેસીને દેવદૂત સોનેરી પુસ્તકમાં કંઈક લખી રહ્યા હતા. ભક્ત અબૂબન પથારીમાંથી ઊભા થયા. દેવદૂતની ભક્ત અબૂબને જોયું કે પુસ્તકમાં જેટલા ઈશ્વરભક્તોનાં નામ લખ્યાં હતાં, એમાં એનું નામ સૌથી પહેલું લખાયેલું હતું. ભક્ત અબુબન આશ્ચર્યથી આ જોઈ રહ્યો. દેવદૂત કહે, “જનસેવક એ જ સાચો પ્રભુ સેવક છે. જનતાને પ્યાર કયાં વિના પ્રભુનો પ્યાર નથી મળતો.” * * આપણે ઈશ્વરની ઉપાસનાને આગવો અધિકાર બનાવી $$$$$હહહહહ 59 હૃહફરુફફફક

Loading...

Page Navigation
1 ... 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92