________________
ઝાકળભીનાં મોતી $$$$ દરિયાવદિલ ખીમચંદ શેઠે કહ્યું : “જેનાં માતા-પિતાએ પૈસાને હાથનો મેલ માન્યો છે. એ પૈસા માટે મન મેલું નહિ
ખીમચંદ શેઠે દોકડા-પાઈ સાથે હિસાબ કોર્ટમાં રજૂ કરી દીધો, ઘરેણાં-ગાંઠોનું પૂરું લિસ્ટ આપી દીધું.
જજ આભો થઈ ગયો. આવો કોઈ શેઠિયો જનમ ધરીનો જોયો નહોતો. રે ! કાગળ પર તે આમ કાંડાં કાપી અપાતાં હશે ?
ખીમચંદ શેઠ ધીરે પગલે કોર્ટની બહાર નીકળી ગયા, પણ ત્યાં તો હાંફળાફાંફળા પાછા આવ્યા. જજને કહ્યું : “મારે માફી માગવી છે.” જજને અચરજ થયું, “કેમ ?”
"મારા કાનમાં એક વાળી છે. નીલમ, હીરા અને મોતીની છે. મિલકતમાં એ નોંધવી રહી ગઈ છે ! હમણાં કાને હાથ જતાં એ યાદ આવી. નોંધી લો, સાહેબ !”
જજ આ સાંભળી ગળગળા થઈ ગયા.
ફફફ ઝાકળભીનાં મોતી $$$$$$$ ઘણા આડંબર પોષી શકાય.
ધર્મ એ સમગ્રતામાં વસે છે, છટા છૂટા ટુકડા માં નહિ. એ ખંડિત નથી, વિભાજિત નથી. અખંડિત અને અવિભાજ્ય છે. આથી વ્યક્તિ એવી જેવી ધર્મજગતમાં હોય એવી જ કર્મજગતમાં હોવી જોઈએ.
આજે તો ધાર્મિક જીવનમાં બહુરૂપીપણું જોવા મળે છે. મંદિરનો માનવી બજારના માનવીથી જુદો લાગે છે. નિશાળનો વિદ્યાર્થી વેપારમાં જુદા જ સરવાળા માંડે છે. નિશાળમાં એ શીખે છે કે બે અને બે મળીને ચાર થાય અને એ જ સીધું ગણિત મંદિર કે દેરાસરમાં ચાલે છે. દેરાસરનો ઓટલો છોડીને એ માનવી જ્યારે દુકાને બેસે છે, ત્યારે એનું સઘળું ગણિત ફરી જાય છે. લેવાનું હોય ત્યારે બે અને બે બસંબર પાંચ થાય, અને આપવાનું હોય ત્યારે બે અને બે બે રાબર ત્રણ ગણે છે.
ધર્મને વસ્ત્ર કે ઘરેણું માનનારા ધર્મને બદલે ધમભા માં રમમાણ છે. મંદિરમાં પૂજા કરતો કે એકરૂપ થઈને ઈશ્વરની ઉપાસના કરતો માનવી જીવનમાં પળેપળ ઉમદા ધાર્મિકતાનો અનુભવ કરે ત્યારે જ એ સાચો ધાર્મિક કહેવાય. ધર્મ એ કોઈ ગતાનુગતિક માન્યતા નથી. વિચારવિહોણો જડ કર્મકાંડ નથી. હૃદયમાં જાગતો ક્ષણિક આવેગ નથી. એ તો વ્યાપક રીતે જીવન જીવવાનું તત્વ છે.
ખીમચંદ શેઠે જીવનમાં ધર્મ પાળી બતાવ્યો, કમનસીબે ધર્મને મોટાભાગના માનવીઓ શરીર પરનું વસ્ત્ર માને છે.
જ્યારે ઈચ્છો ત્યારે એને આસાનીથી અળગું કરી શકાય. કેટલાકને મન દેહ પર શોભતા અલંકાર જેવો ધર્મ છે, જેનાથી