________________
ઝાકળભીનાં મોતી ૭૭૭૭ ખબર પડી. ખુદાની તલાશ માટે મહેલ છોડીને જંગલની વાટ લીધી.
હહહહહહહહહઝાકળભીનાં મોતી ૨૦૦૭
સમ્રાટ કહે, “અલ્યા, આ અડધી રાતે તને મારું શું કામ પડ્યું ?”
| ઊટવાળો કહે, “ખુદાવંદ ! માફ કરજો ! પણ હું બેહદ પરેશાન છે. મારું ઊંટ ખોવાઈ ગયું છે. વહેલી સવારથી શોધું છું. પણ મળતું નથી. મને એમ થયું કે કદાચ અહીં આવ્યું હોય તો.....”
સમ્રાટ કહે, "તું સાવ પાગલ લાગે છે. અહીં તે ઊંટ શી રીતે આવ્યું હોય ? મારા મહેલની અગાસીમાં તારું ઊંટ શોધવા આવ્યો છે ?”
ઊંટવાળાએ જવાબ વાળ્યો, “સમ્રાટ ! હું પાગલ છું, તો તમે પણ ક્યાં પાગલ નથી ?”
સમ્રાટ કહે : "તારી અક્કલ તો ઠેકાણે છે ને ? આવી ગુસ્તાખીની સજા જાણે છે ને ?”
ઊંટવાળો કહે : “હા નામદાર, મારી પેઠે તમે ય પાગલ છો. આટલા વૈભવ માં રહીને તમે ઈશ્વરને શોધી રહ્યા છો, તે પાગલપન નહિ તો બીજું શું કહેવાય ? જો તમને આ મહેલમાં અને આટલા વૈભવમાં ઈશ્વર મળી જાય છે તો મને તમારા મહેલની અગાસીમાં મારું ઊંટ કેમ ન મળે ?”
આટલું બોલીને ઊંટવાળો તો જતો રહ્યો. પણ એના જવાબથી સમ્રાટના દિલ અને દિમાગમાં ખળભળાટ મચી ગયો.
આ બનાવથી સમ્રાટ ઇબ્રાહીમ આદમને સચાઈની
જે વાત બલ્બનો સમ્રાટ સમજ્યો, એ બહુ ઓછને સમજાય છે. માનવી હજીય મહેલમાં જ ઈશ્વરને શોધે છે. હૃદંચમાં અંધકાર ધારણ કરે છે અને આત્માની શોધ માટે નીકળે છે. મનમાં પારાવાર મલિનતા છે અને છતાં પ્રભુભક્તિની વાતો કરે છે.
જીવનમાં સચ્ચાઈનો છાંટો નથી અને છતાં રામનો ઉપાસક છે. અંતરમાં લેશમાત્ર કરુણા નથી અને બુદ્ધનાં સૂત્રો પોકારે છે. જીવનમાં પારાવાર હિંસા છે અને મહાવીરની ટણા કરે છે.
પરમાત્માની શોધ એવાં સ્થળોએ ચાલે છે, જ્યાં એ સહેજે વસતો નથી. કોઈ સત્તા ધારણ કરીને બેઠા બેઠા કરે છે, કોઈ સેવાનો સ્વાંગ રચીને ખેલ કરે છે, કોઈ ગીતોની ધૂન મચાવે છે, કોઈ વૈભવ અને ઠાઠનાં પ્રદર્શન કરે છે. પણ આ બે ધાંમાં ક્યાંથી હોય પરમાત્મા ?
આ બ ધાંથી પર જાય તે જ પરમાત્માને પામી શકે.
ઉહહહહહહહફ88 19 888888888