________________
ઝાકળભીનાં મોતી
એક દિવસ આ સમ્રાટ માથા પર કચરાની ટોપલી મૂકી રસ્તા પરથી પસાર થતો હતો. કોઈ વ્યક્તિ એને અથડાઈ એટલે તરત એ બોલી ઊઠો,
“ભાઈ, આજે તો ઠીક છે. બાકી પંદર દિવસ પહેલાં આમ જો આંધળાની માફક અથડાયો હોત તો તમને ફાંસી મળી હોત.”
મહાગુરુએ આ બનાવ જાણીને કહ્યું કે, “મારી વાત સાચી છે. હજુ એ સમ્રાટ જ રહ્યો છે. ભલે આશ્રમમાં આવીને વસ્યો હોય."
થોડા દિવસ પછી વળી કોઈ સમ્રાટ સાથે અથડાઈ પડયું. સમ્રાટ કશું બોલ્યો નહિ. પણ એની આંખમાંથી ગુસ્સાના અંગારા વરસતા હતા. એને જે કંઈ શબ્દોથી કહેવાનું હતું તે આંખથી કહી દીધું.
મહાગુરુએ જ્યારે આ ઘટના જાણી, ત્યારે એટલું જ કહ્યું, “સંપત્તિ છોડવી સહેલી છે, પણ ‘સ્વયં’ને બ્રેડવો મુશ્કેલ છે.”
ફરી ત્રીજી વાર આવી ઘટના બની ત્યારે સમ્રાટે રસ્તા પર પડેલી ટોપલી લઈને વેરાયેલો કચરો એકઠો કર્યો અને જાણે કશું ન બન્યું હોત તેમ આગળ ચાલવા લાગ્યો.
મહાગુરુને આ ઘટનાની જાણ થઈ ત્યારે તેમણે રાજી થતાં કહ્યું, “હવે સમ્રાટ સાધુ થવા માટે યોગ્ય છે.”
154
ઝાકળભીનાં મોતી
જે સ્વયંને ભૂલી શકે છે, તે જ સત્યને પામી શકે છે. જે અહને ઓગાળી શકે છે તેજ ઈશ્વરની નજીક પહોંચી શકે છે. બાકી તો ધન છોડીને સંન્યાસ લેનાર જો અહમ્ ન તજે તો એનો એ જ રહે છે. જંગલમાં પણ એ પોતાનો રાગ લઈને જશે. આશ્રમમાં પણ અનુરાગથી જીવશે.
અહમ્ અને આસક્તિને છોડનાર જ સત્યને પંથે ચાલી જ શકશે. જે પોતાની જાતને ભૂલે છે એ જ ઈશ્વરને પામી શકે છે.
બાહ્ય ચીજ્વસ્તુઓ છોડવાથી કશું નહિ સધાય. સાચા સાધકે તો અંતરથી છોડવાનું હોય છે. એણે સંસારને નહિ, પરંતુ ‘હું’ને છોડવાનો છે, કારણ કે આ ‘હું’ ગમે ત્યાં, ગમે તે સ્થિતિમાં સંસાર ઊભો કરી દે છે.
155