Book Title: Zakal Bhina Moti
Author(s): Kumarpal Desai
Publisher: Jaibhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 90
________________ હ ઝાકળભીનાં મોતી છછછછછછછછછે સજા તાડૂકી ઊઠ્યો અને બોલ્યો, “શું બેવકૂફ જેવી વાત કરે છે ? તારા લયલાના ચહેરામાં, આંખ માં કે હોઠ પર આવી નજાકત છે જ ક્યાં ?” મજબૂએ ઉત્તર આપ્યો, “મહારાજ ! લચેલાની સુંદરતા જોવી હોય તો એ માટે મજનૂની આંખો જોઈએ. જો મજનૂની આંખો નહિ હોય તો લયલાની સુંદરતા તમને દેખાશે નહિ.” ફફફ ફફફ ફફઝાકળભીનાં મોતી જ લયલા-લયલા કર્યા કરે છે, નથી રાત જોતો, નથી દિવસ, નથી પૂરું ખાતો-પીતો.” મજબૂએ કહ્યું : “લયલા વિના એક પળ એકસો વર્ષ જેવી લાગે છે. લયલા વિના મારું હૈયું તરફડે છે, મારો આત્મા ઝૂરી-ઝૂરીને આંસુ સારે છે.” રાજા ખડખડાટ હસી પડચો અને બોલ્યો, “અરે મજ ! જોઈ તારી લ ચલા ! આમ શું ગાંડો થઈ ગયો છે ! તને લયલા-લયલા કરતો જોઈને મને થયું કે લાવ, એક વાર લયલાને જોઉં તો ખરો કે તે કેવી સુંદર છે ? મેં તારી લયલાને જોઈ. એ તો સાવ સામાન્ય છોકરી છે. મને તો એમ હતું કે તું આટલો બધો વલોપાત કરે છે તો કેવી ય સુંદર રમણી હશે ! ખરેખર તારા જેવો બેવકુફ મેં કોઈ બીજો જોયો નથી. હવે ચાલ, મારી સાથે.” રાજા મજનૂને પોતાના અંતઃપુરમાં લઈ ગયો. એમાંથી સુંદરીઓ બોલાવી. એમને બતાવતાં મજનુને કહ્યું, “જો. મજ ! તારી લયલા તો આ સુંદરીઓનાં રૂપ અને કામણ આગળ કશીય વિસાતમાં નથી. તારા માટે આપણા રાજ્યમાંથી આ બાર સુંદરી ઓ આણી છે. આમાંથી એકને પસંદ કરી લે. લયલાની પાછળ ખુવાર થવાનું રહેવા દે.” મજ ખડખડાટ હસી પડ્યો. એણે કહ્યું : “આમાંની એકેય સુંદરી મારી લયલાની તોલે આવી શકે તેવી નથી.” ઈશ્વરને પામવો હોય તો ભક્તનું હૃદય જોઈએ. પરમાત્માને ચાહવો હોય તો એ માટે આત્માનો તલસાટ જોઈએ. મીરાંની આરત વગર કૃષ્ણ દેખાતો નથી. નરસિંહની મસ્તી વગર નંદકિશોર જડતો નથી. અદ્વૈતની ભાવના વિના હૅત મટતું નથી. એકતા વિના પ્રેમ સંભવતો નથી. જ્યાં મજનૂની આંખો છે, ત્યાં લયલાનું રૂપ ખડું થાય છે. જ્યાં સાચો પ્રેમ છે, ત્યાં પ્રેમનું સૌદર્ય નીખરે છે. જ્યાં ખરી ભક્તિ છે. ત્યાં ભગવાન પ્રગટ થાય છે. ફફફફ ફફફ ફફફ 172 ઉફફફ ફફફ ફફફક ફફફ ફફફ ફફફ 173 ઉફફફ ફફફ ફફફકે

Loading...

Page Navigation
1 ... 88 89 90 91 92