Book Title: Zakal Bhina Moti
Author(s): Kumarpal Desai
Publisher: Jaibhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 87
________________ fપપ આસક્તિની નબળાઈ હ રુ ઝાકળભીનાં મોતી $$$$$ સૌથી ગરીબ માનવીને શોધતો હતો. એવામાં બાજુમાંથી રાજાની સવારી પસાર થતી હતી. પૂરી શાન-શૌકત સાથે રાજા હાથી પર બિરાજમાન હતો. સંન્યાસીએ પેલી ધનની કોથળી રાજા ભણી ફેંકી. બધા આશ્ચર્ય પામ્યા. કેટલાક લોકોએ સંન્યાસીને પૂછ્યું પણ ખરું કે, “તમે તો કહેતા હતા કે આ ધન હું ગરીબને આપીશ. ધનની જરૂરિયાતવાળાને આપીશ. તમે તો બીજા કોઈને નહિ અને રાજા એ આપ્યું. આમ કેમ ?” સંન્યાસીએ હસતાં હસતાં કહ્યું, મેં મારી દોલત સૌથી ગરીબ વ્યક્તિને આપી છે. જે રાતદિવસ ધનની ભૂખમાં પિડાય છે, ધનનો જ વિચાર કરે છે, અને ધનને માટે વલખાં મારે છે, એવા માનવીને આપી છે. આ રાજા એ દુનિયાની સૌથી વધુ ગરીબ વ્યક્તિ છે. તેના જેવો બીજો ગરીબ કોણ હશે ? સાચે જ મેં મારી દોલત ધનની સૌથી વધુ ભૂખ ધરાવતા ગરીબને આપી છે. જે ધનની ભૂખ માં સૌથી આગળ છે તેના જેવો નિર્ધન અને ગરીબ બીજો કોણ હોય ?” એક સંન્યાસી. હીન-દુ:ખ યા ની સેવા કરે, મુશ્કેલીઓમાં ફસાયેલાઓને મદદ કરે. એક વાર આ સંન્યાસી એ પોતાની આસપાસ ભેગા થયેલા લોકોને એક વજનદાર કોથળી બતાવતાં કહ્યું, જુઓ ! આ મારી દોલત ! કોઈ ગરીબ માનવીને આપવા માંગું છું.” બધા ગરીબો એ સંન્યાસીને ઘેરી વળ્યા. કોને દોલત આપવી એ નક્કી થાય તેમ નહોતું. આથી સંન્યાસીએ જ આખરે ફેંસલો આપ્યો : સાંભળો ભાઈઓ ! આ દોલત ધનની સૌથી વધુ જરૂરવાળા ગરીબ માનવીને આપવી છે.” આમ કહી સંન્યાસીએ ચારે તરફ નજર ફેરવી. એ 8888888888 166 $888888888 પ્રસંગનો મર્મ એ છે કે આસક્તિ જ માનવીને સૌથી વધુ દુઃખી બનાવે છે. આસક્તિ કદીય સુખ આપતી નથી. સંતોષને અને આસક્તિને તો સાત ભવનું વેર. આવી આસક્તિ

Loading...

Page Navigation
1 ... 85 86 87 88 89 90 91 92