________________
f૩૫
સમર્પણની શક્તિ
અરબસ્તાનમાં એક કુંભાર દંપતી રહે. એમને એકે સંતાન નહિ. ઘણો ભક્તિભાવ કરે, આખરે હઝરત મુસા પ્રસન્ન થયા.
કુંભાર એની માંગણી જણાવી. હઝૂરત ખુઠા પાસે ગયા. એમની આગળ અરજ કરતાં કહ્યું કે, “એ નિ:સંતાન કુંભારને ફરજંદ આપો.”
ખુદાએ કહ્યું, “એના નસીબમાં સંતાન નથી.”
હઝરત મુસાએ આ સમાચાર કુંભારને કહ્યા. કુંભાર અને તેની પત્ની - બંને તમામ આશા છેડીને ખુદાની બંદગીમાં મસ્ત બની ગયાં.
એક દિવસ એ ગામ માં એક કલંદર આવ્યો. કલંદર એટલે મહાન ફકીર. આ દંપતીએ કલંદરની ઘણી સેવા કરી. કલંદર પ્રસન્ન થયો. કુંભારે પોતાની પુરાણી માંગણી જુ
ફફફફફ ઝાકળભીનાં મોતી $$$$$ દોહરાવી. એણે કહ્યું,
મારે સંતાન જોઈએ છે. આપ મને સંતાન આપો.” મહાન ફકીરે કુંભારને કહ્યું, “મને થોડાં છાણાં આપ !”
કુંભારે પાંચ છાણાં આપ્યાં. ફકીરે કહ્યું, “જા, તને પાંચ દીકરા થશે.”
કાળક્રમે એને પાંચ પુત્રો થયા.
ઝરત મુસાને આ ખબર પડતાં તેઓ ખુદા પાસે ગયા અને બોલ્યા, "જો આમ બને તો મારા વચન પર વિશ્વાસ કોણ મૂકે ?”
ખુદાએ કહ્યું, "કાલે તારી વાતનો ખુલાસો આપીશ.”
હઝરત મુસા ચિંતામાં ફરતા હતા. એવામાં એક માણસ આવ્યો અને બોલ્યો,
ખુદાને જરૂર છે છાતીના એક શેર માંસની. કહો, કોણ મને આપશે.”
બધા સ્તબ્ધ બનીને ઊભા રહ્યા. કોણ સામે ચાલીને પ્રાણ ગુમાવે ?
આ સમયે એક નગ્ન ફકીર ધસી આવ્યો અને એ બોલ્યો, “લાવો છરો. ખુદાના નામ પર સર્વસ્વ કુરબાન છે. કાઢો ત્રાજવાં, જોખી લો જોઈએ તેટલું માંસ.”
સહુ અચરજ પામી ગયા. બીજે દિવસે હઝરત મુસા જવાબ લેવા ગયા.