________________
ઝાકળભીનાં મોતી
કાશીનું મરણ, ગંગાજળનું પાન અને પ્રભુકીર્તનનું ગાન જો માનવીને અંતિમ વેળાએ મળે તો એ માને છે કે એનાં જીવનભરનાં પાપ પળવારમાં ખાખ થઈ જાય છે. પોતે પોપેલાં અસત્ય અને અનાચાર ઓગળી જાય છે. કેવી મજાની યુક્તિ છે !
માયામાં રચ્યાપચ્યા માનવીએ મૃત્યુને પણ મિથ્યાથી વીટાળી દીધું છે. વાત કરે છે મોક્ષની અને વધારે છે માયા ! મરનારના કાનમાં પ્રભુનામ અને મંત્રોચ્ચાર કરવામાં આવે છે. આ સમયે બિછાના પર ક્રમ ઘૂંટતાં માનવી તો એના મનમાં જિંદગીના નફા-તોટાની ચિંતામાં પડેલો હોય છે. એ વિચારે છે કે..... આ જીવનમાં કઈ ઈચ્છા વણછીપી રહી ? કેવી સ્ત્રી મળી અને કેવી નારીની ઝંખના હતી ? કેટલી સત્તા મળી અને કઈ લાલસા અધૂરી રહી ? ધન, સિદ્ધિ અને સમૃદ્ધિનો કર્યો ભંડાર ભરી શક્યો અને લાખ-લાખ કોશિશ કરવા છતાં કઈ તિજોરી ખાલીખમ રહી ? – આવું વિચારનારના કાનમાં મંત્રો રટવાથી શું થશે ?
“મુખમે રામ ઔર બગલમેં છૂરી” જેવો ઘાટ રચાય છે ત્યાં ! કાનમાં કોઈ મંત્રોચ્ચાર સંભળાવે છે અને મરણશીલનો આત્મા તો ગોતીગોતીને પછીના જન્મની માયાનું પોટલું બાંધતો હોય છે. બાકી જીવન બગાડનાર કદી પોતાનું મોત સુધારી શકતો નથી !
14
૩
એકડે એક અને બગડે તે બે
નિમરાજ નામના એક મહાન રાજવી થઈ ગયા. એમના ધન-વૈભવનો કોઈ પાર નહિ. એમના અંતઃપુરમાં દેશ-દેશની રૂપવતી રમણીઓ હતી.
નિમરાજના દેહમાં એકાએક ભયંકર રોગ ફાટી નીકળ્યો. જ્વરને કારણે એમનું શરીર તરફડતું હતું. વેદનાથી એ ચીસો પાડતા હતા. અંગેઅંગમાં લાહ્ય બળતી હતી.
નિમરાજની રાણીઓ ચંદન ઘસવા બેઠી. એમને રાજવીના દેહ પર ચંદનનું વિલેપન કરવું હતું, જેથી એનાં બળતાં અંગોને થોડી ટાઢક મળે.
રાણીઓએ હાથે રત્નકંકણ પહેર્યાં હતાં. કેવાં સુંદર રત્નકંકણ ! કોઈ કવિ હોય તો જોઈને ડોલી જાય. કોઈ ઝવેરી હોય તો જોઈને મોહી જાય.
ચંદન ઘસવા બેઠેલી રાણીઓનાં કંકણો એકબીજા
15