Book Title: Zakal Bhina Moti
Author(s): Kumarpal Desai
Publisher: Jaibhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 16
________________ હ ફ ઝાકળભીનાં મોતી $$$$$છે બધાને મૂત્ર વકીલ બહાર ફરવા નીકળ્યા, ઘણા દિવસની મહેનતને લીધે કંટાળી ગયા હતા. એટલે દૂર દૂર નીકળી ગયા. આ વખતે ઘરમાં રમતી એક દશેક વર્ષની બાળકી ત્યાં આવી. એ વકીલના કમરામાં બેસીને રમવા લાગી ! એણે ટેબલનું ખાનું ઉઘાડયું ને એમાંથી કાગળિયાં બહાર T GT કાઢચાં. ક્રોધ કરનાર પોતાનું કાસળ કાઢે છે. મુંબઈની કચેરીમાં એક મોટો મુકદ્દમો ચાલે. એક હોશિયાર વકીલે એ હાથ ધરેલો. મુકદ્દમો બહુ ગૂંચવણવાળો હતો. વકીલે એ જીતવા માટે રાતદિવસ એક કરી નાખ્યાં. કંઈ કેટલાંય કાયદાનાં પુસ્તકો વાંચી નાખ્યાં ! આ બધા પરથી મુકદ્દમાના કાગળો તૈયાર કર્યા, એમાં કેટલાંય પુસ્તકોમાંથી લઈને દાખલા-દલીલો ટાંક્યાં. બધું તૈયાર કરી વકીલે એ કાગળો ફરી વાંચી જોયા. વાંચતાં તેઓને ખાતરી થઈ કે કામ બરાબર થયું છે. મુકદ્દમો નક્કી જીતી શકાશે. આ બધા કાગળો નકલ કરવા માટે આપવાના હતા. એ કેટલાંક કાગળિયાં આમ ફેંક્યાં, કેટલાંક તેમ ફેંક્યાં, એક કાગળમાંથી પતંગ બનાવવા બેઠી ! દસ વર્ષની છોકરીને પતંગ બનાવતાં કેમ ફાવે ? પણ એણે તો મહેનત ચાલુ રાખી. ભારે ઉદ્યોગી છોકરી ! એક કાગળ બગડ્યો, તો બીજો લીધો ! આખરે પતંગ બનાવ્યો, જે લઈને ફરવા લાગી. પેલા વકીલ ફરીને પાછા આવ્યા. પેલી બાળકી તો આનંદમાં રમતી હતી. એણે કહ્યું, "બાપુ, જુઓ આ મારો પતંગ ! મેં બનાવ્યો.” વકીલે પતંગ જોયો, પણ જોતાંની સાથે ફાળ પડી. અરે ! દીકરી એ ગજબ કર્યો. મારા મહત્ત્વના કાગળોનું જ કચુંબર કરી નાખ્યું ! કેવું ભારે નુકસાન ! વળી આબરૂનો પણ સવાલ ! આ વખતે બીજો કોઈ બાપ હોત તો ગુસ્સે થઈ જાત,

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92