________________
ઝાકળભીનાં મોતી
છે લોકોએ ભિખારીને આવું બોલવા પાછળનું રહસ્ય પૂછ્યું. એણે એક જ વાક્યમાં ઉત્તર વાળ્યો કે,
“તેઓ જે છે તે પોતાના આચરણને લીધે જ એવા
४२
માનવીનો ખજાનો
માનવી જન્મથી બ્રાહ્મણ નથી કે જન્મથી શુદ્ર નથી. પરંતુ એ આ ચ રણથી ઉચ છે અને આચરણથી અધમ છે. માનવીની સાચી ઓળખાણ એનું આચરણ છે.
આ આંચ રણ એ જ માનવીની સાચી સંપત્તિ છે. આ સંપત્તિ જેની પાસે હોય તે ભલે સાવ નિધન હોય તેમ છતાં મહા શ્રીમંત છે, જેની પાસે સારું આચરણ નથી એનું આખું આયુષ્ય એળે જાય છે, એની જીભ બધે કાંટા વાવશે. એની વાણી વેઠનાનાં શૂળ ઊભાં કરશે. એનું વર્તન થોરની વાડ જેવું બનશે.
વ્યક્તિની ખરી કિંમત એના આચરણ પરથી જ થઈ શકે. જેનું આચરણ સારું, તે માનવી ઊંચો.
રોગિષ્ઠ માનવી.
રોગ એવો કે પરખાય નહિ. ગામલોકો એ એને ગામની બહાર એક ખંડેરમાં રાખ્યો.
આ માનવી એકલો એ ખંડેરમાં રહે. આવતા-જતા પાસે ભીખ માગે. કોઈ બાળક જાય તો નાનું કામ કરી આપવા માટે કાકલૂદી કરે. કોઈ પનિહારી પસાર થાય તો પાણી માગે.
જીવન આખું ભીખ માગીને ગુજાર્યું. કાકલૂદી, વિનંતી અને આજીજીમાં ગયું. એનું મૃત્યુ થયું.
ગામલોકોએ વિચાર્યું કે જો ગામની વચ્ચે આવેલા કબ્રસ્તાનમાં દાટીએ તો કદાચ એના રોગનાં જંતુઓ ફેલાય. કોઈ વિચિત્ર રાગ એને થયો હતો એથી ગામને માથે કદાચ મોટી આફત આવી પડે. ફફફ ફફફ 133 કફ