________________
૩૦]
શ્રદ્ધા સત્ય, શeત વેપાર
—
—
—
—
—
-
-
-
-
-
-
-
વરસાદ વરસ્યો નહિ, અષાઢ-શ્રાવણ કોસ ગયા. ધરતી બળવા માંડી, ખેતરો ધગ ધગવા લાગ્યાં.
સહુ મેઘરાજાને મનાવવા ઉપાય કરે, પણ મેઘરાજા કેમેય આવે નહિ. વાદળ બંધાયાં નહિ અને અન્ન પાક્યું નહિ...
ગામલોકો ભેગા મળ્યા. મેઘરાજાને મનાવવા વિચાર કર્યો. એકઠા મળીને વિચાર કર્યો કે પ્રભુને મનાવવા જોઈએ. પ્રભુ ધારે તો આખી પૃથ્વી પાણી-પાણી થઈ જાય. ઘાસ થાય, અન્ન પાકે.
બધાએ યા કરવાનો વિચાર કર્યો. હોમહવન અને પ્રાર્થનાની તૈયારીઓ કરવા માંડી. ગામની બહાર મોટો યજ્ઞ શરૂ થયો. ગામલોકો એકઠા થવા લાગ્યા.
હહહ
ઝાકળભીનાં મોતી આ સમયે એક બાળક આવ્યો. હાથમાં છત્રી સાથે આવ્યો. બધાને નવાઈ લાગી. ધરતી ધગધગે છે, સૂરજ સઘળું બાળે છે, ત્યાં આ વળી છત્રી શા માટે લાવ્યો ?
કોઈએ મજાક ખાતર બાળકને પૂછયું, “અલ્યા ! આ છત્રી શા માટે લાવ્યો છે ?”
બાળકે કહ્યું, “આપણે બધા પ્રભુને મનાવવા એકત્ર થયા છીએ. પ્રભુ દયાળુ છે. અને આપણે પૂરી શ્રદ્ધાથી યજ્ઞ કરીએ છીએ. એ જરૂર પાણી વરસાવશે. અને ભલા ભાઈ ! એ વખતે આ છગી ભીંજાતો બચાવશે.”
બાળકની વાત સાંભળી આસપાસના સહુ કોઈ હસવા લાગ્યા,
બાળકે કહ્યું, “હું છત્રી લાવ્યો માટે તમે મારી મશ્કરી કરો છો. પરંતુ છત્રી એ મારા પુરુષાર્થનું અને મારી શ્રદ્ધાનું ચિહ્ન છે. તમે યાદ કરો છો, પણ હૃદયમાં તેમને તેના પરિણામમાં શ્રદ્ધા નથી.”
બધા હસીને બોલ્યા, “હા ! હા ! હમણાં જ બારે મેઘ તૂટી પડશે ! તું ખો શ્રદ્ધાવાળો અને છત્રીવાળો !”
કહેવાય છે કે ય ચાલ્યો, પ્રાર્થનાઓ થઈ અને હજારો એ શ્રદ્ધાળ ના યત્નથી નહિ, પરંતુ એક શ્રદ્ધાળુ ના યત્નથી વરસાદ વરસ્યો.