________________
ઝાકળભીનાં મોતી
પાડવાનો પ્રયત્ન કરે છે. જે જીવનમાં કશું કરી શકતો નથી, એ નિંદાખોર બની જાય છે.
નિંદા મનની મોટી બીમારી છે. જ્યારે મનમાં બીજાની
નિંદા કરવાનો ભાવ જાગે ત્યારે જાણવું કે મન માંદું પડયું છે. સ્વસ્થ વ્યક્તિ ક્યારેય કોઈની નિંદામાં પડતી નથી, બીજા એની નિંદા કરે તો એના તરફ માત્ર દયા જ દાખવે છે.
158
પર
પ્રા અને અર્થ
અહો ! કેવું આશ્ચર્ય !
એંસી વર્ષના વૃદ્ધ કાર્લાઇલને પોતાનું આખું શરીર બદલાઈ ગયેલું લાગ્યું. સ્નાન કર્યા બાદ સ્નાનગૃહમાંથી બહાર નીકળીને એ પોતાના શરીરને લૂછવા લાગ્યો, તો એમ જણાયું કે જે શરીરને એ વર્ષોથી જાણતો હતો. એ શરીરને બદલે કોઈ બીજું જ શરીર પોતે લૂછતો હતો.
કાર્લાઇલ વિચારમાં પડવો કે જે કાયા સાથે વર્ષોથી માયા બંધાણી હતી, એ મનમોહક કાયા ક્યાં ગઈ !
જે શરીર માટે પોતે ગર્વ ધારણ કરતો હતો, એ શરીર એકાએક ક્યાં અલોપ થઈ ગયું ?
જે દેહની સુંદરતા જાળવવા માટે એણે કેટલોય સમય ગાળ્યો હતો, તે દેહ ક્યાંય દેખાતો ન હતો. કાર્લાઇલ પરેશાન થઈ ગયો. યુવાની વીતી ગઈ. દેહ પર ઘડપણ આવ્યું અને હવે તો એથીય વધુ, દેહ સાવ જર્જરિત બની ગયો.
159