________________
પ
હહહહહહહ ઝાકળભીનાં મોતી હહહહહહહહહ માનવીની શાંતિ હરી લે છે. થોડું ધન મળે છે પણ ધનની આસક્તિ એટલી છે કે થોડા ધનથી સંતોષ માનવાને બદલે વધુ ધન મેળવવા માટે રાતદિવસ ઉજાગરા ખેંચે છે.
માનવીની લાલસા જ એને દરિદ્ર બનાવે છે. સાવ ભિખારી જેવો બનાવી મૂકે છે. ક્ષુદ્ર બનીને યાચના કરતાં પણ એ અચકાતો નથી અને માટે ગમે તેનો દાસ થવા હરઘડી તૈયાર હોય છે.
જેમ લાલસા ઓછી તેમ પ્રાપ્તિ વધુ. જેમ આસક્તિ ઓછી તેમ સંતોષ વધુ. જે માનવી ઓછામાં ઓછું ઈચ્છે છે તે જ સૌથી વધુમાં વધુ સમૃદ્ધ છે.
માણે રેતીનો મહેલ
નદીનો હરિયાળો કાંઠો હતો. કાંઠા પરની રેતીમાં બાળકો રમતાં હતાં.
કોઈ રેતીનું ઘર બનાવે, તો કોઈ રેતીનું મંદિર બનાવે. કોઈ રેતીનો પહાડે કરે, તો કોઈ રેતીનો મહેલ ચણે.
દરેક બાળક પોતાના કામને સૌથી સારું ગણે. કોઈ કહે,
“મારો મહેલ કેવો સુંદર છે ! એની આગળ તારું મંદિર તો પાણી ભરે.”
બીજો કહે, “મહેલમાં તો રાજા રહે. રાજા કરતાં ભગવાન મોટા. મારા મંદિરમાં તો ભગવાન વસે.”
આમ કરતાં કરતાં ક્યારેક લડીઝઘડી પડે. એમાં કોઈનો પર્વત તૂટે, તો પાણીપત સર્જાય.
એટલામાં સાંજ પડવા આવી. અંધકાર છવાવા લાગ્યો. સૌને ઘેર જવાનું યાદ આવ્યું.