________________
ઉજજફફઝાકળભીનાં મોતી છે
સંતની આ રીતથી એના સાથી વિચારમાં ડૂબી ગયા. એક ભક્ત તો બોલી ઊઠયો :
અરે ! આપ આ શું કરો છો ? તમે જમીન પર બેસી ગયા તો અમે માન્યું કે પગે વાગેલા ઘાની ફિકર કરશો. આ પગમાંથી તો લોહી વહ્યું જાય છે. પરંતુ તમે તો હાથ જોડીને પ્રભુની પ્રાર્થનામાં મગ્ન છો.”
સંત બાયજીદે કહ્યું, "સાથીઓ ! હું તો ઈશ્વરનો પાડ માનું છું. કેટલો બધો ઉપકા રી છે એ ?”
એક સાથીએ સામો પ્રશ્ન કર્યો : “આમાં પાડ શેનો માનવાનો ? ઈશ્વરને તો તમારે પાઠ ભણાવવો જોઈએ. તમે એ ની યાદમાં ડૂબેલા હતા, અને તમને ઠેસ વાગી... તો વાંક કોનો ? વળી જુઓ તો ખરા, કેટલું બધું લોહી વહી ગયું ?”
સંત બાયજીદ બોલ્યો : “તમને સાચા કા રણની ખબર નથી. આ તો શુળીનો ઘા સોએ ગયો છે. એણે જરૂર મને ફાંસી એથી બચાવી લીધો છે. ફાંસીના ફંદા આગળ આ કેસની શી વિસાત ? ખરેખર એ કેટલો કૃપાળુ છે !”
જે ઝાકળભીનાં મોતી
જે આમાં ખરો તફાવત દૈષ્ટિનો હોય છે. સુખ અને દુઃખ માનવીને એની દષ્ટિને કારણે મળે છે. ભક્તનું દુઃખ સુખમાં પલટાઈ જાય છે, કારણ કે એ જીવનમાં આપત્તિ આવે તો એને આસાન માની આનંદમાં રહે છે. એ વિચારે છે કે કેટલી મોટી આપત્તિ આવવાની હતી, તે કેટલી નાનકડી આપત્તિ આપીને ઈશ્વરે મને ઉગારી લી ધો !
સામાન્ય માનવી દુઃખ પડતાં જ બેબાકળો બને છે. પણ એને માત્ર દુઃખ જ નહિ, બલ્ક સુખ પણ પીડાકારક બનતું હોય છે. એને થોડું સુખ મળે તો વધુ સુખની આશા રાખશે. એ આશા લાલ સા બનશે અને મળેલા સુખનો આનંદ એની પાસે નહિ રહે, જે સુખે નથી મળ્યું, એનો વિષાદ એના હૃદયને કોરી ખાશે.
સુખ કે દુઃખ કોઈ સ્થિતિમાં નથી, માનવીના મનમાં છે.
આ પ્રસંગનો મર્મ એ છે કે ભક્ત કદી ભગવાનને ફરિયાદ કરતો નથી. સામાન્ય માનવી ટુંઃખ આવે એટલે ઈશ્વરને ફરિયાદ કરે. ભક્તને દુ:ખ આવે એટલે એ ઈશ્વરને યાદ કરે અને એનો ઉપકાર માને.