________________
સ ઃ ૧લા ]
[ ૯
કહ્યું કે હું દેવ! અહીંથી એકદમ નજીક નદીના કિનારે એક જગલ છે. તે એકજ જગલમાં આપને કાયમ માટે આનંદ આપે એટલા વિપુલ પ્રમાણમાં પ્રાણીઓ છે, જ્યાં નિર્ભય બનીને ફરતાં અસખ્ય હરણ છે, ભયંકર અવાજ કરવાવાળા ભૂંડ છે, મેાટા મેાટા ચિત્તાએ છે. સૂર્યના તાપથી બચવા માટે પાણીમાં રહેતા સે’કડા જગલી પાડાએ છે. પારધિની વાત સાંભળીને તેને સાથે લઇને શિકારને માટે રાજા તે જંગલમાં ગયા, ચારે તરફ જાળ પાથરવામાં આવી, ઘેાડેસ્વારો આમ તેમ દોડવા લાગ્યા, ચારે તરફ શિકારી કુતરા છેાડવામાં આવ્યા, નકલી હરણ પણ જાળમાં મૂકવામાં આવ્યા, ઘેાડીવારમાં આખા જં ગલમાં ખળભળાટ મચી ગયા, સસલાં, હરણ, વાઘ, ભૂડ ભાગવા લાગ્યા. રાજા તથા અન્ય શિકારી સૈનિકા તરફથી છૂટતાં ખાણને તેાડવા માટે સામે અવાજ કરવા લાગ્યા, કાચમા પાણીમાં સરકી ગયા, શિયાળ મરવા લાગ્યા, તરસ જાતના પ્રાણીએ ભાગવા લાગ્યા, સિંહા પેાતાની કેશવાળી ઊ'ચી કરીને માટી ત્રાડા નાખવા લાગ્યા, રાજા વનનુ ઉલ્લંઘન કરી રહ્યો હતા તે વખતે ક્રૂરથી એક યુવાને રાજાને પડકાર કર્યાં, યુવાને દૂરથી જ શિકાર નહિ કરવાનું જણાવ્યું. અવાજની દિશામાં રાજાએ નજ૨ કરતાં દૂરથી હાથમાં ધનુષ્ય અને અને ખભા ઉપર બાણુના સમૂહને ધારણ કરનારા, વનનું રક્ષણ કરનાર સાક્ષાત્ ધનુવેદ સમાન, હૃષ્ટપુષ્ટ અગવાલા સાક્ષાત્ કામદેવની સમાન, સુંદર અંગવાળે એક યુવક આવતા જોયા, પેાતાની