________________
૬]
[પાંડવ ચરિત્ર મહાકાવ્ય માટે આ૫ નિર્દોષ પશુઓની હિંસા ન કરે, આપ શિકારી મટીને ધર્મમય જીવન જીવવા માટે તૈયાર થાવ, આપશ્રી મારી આ પ્રાર્થનાનો સ્વીકાર કરશે એવી મારી અભિલાષા છે. તે વારે રાજાએ કહ્યું કે હે પ્રિયે! તારું કહેવું તદ્દન સત્ય છે. હું પાપવ્યાપારોને જાણું છું. તેના ફળને જાણું છું પરંતુ મને શિકાર એક વ્યસનની જેમ લાગુ પડેલ છે, તે છોડે મુશ્કેલ છે, આજે મને તારી ઈચ્છાનું ઉલ્લંઘન કરવું પડે છે. આ પ્રમાણે કહીને રાજા શાન્તનું શિકાર માટે જંગલના માર્ગે ગયે. પિતાની શરતનો રાજાએ ભંગ કરવાથી “ગંગા” પિતાના પુત્રને લઈ પિતાના પિતાના ઘેર (પિયર) ચાલી ગઈ, અને પુત્રને મેટે કરવા લાગી.
મૃગવનમાંથી મૃગયા ખેલીને પિતાના નગરમાં પાછા આવી “રાજા શાન્તનુ” એ આપ્તજનોથી “ગંગા” ને વૃત્તાંત સાંભળી રાજાની આંખમાંથી આંસુઓ ઉભરાઈ આવ્યાં, રાજાને મનમાં પશ્ચાત્તાપ થવા લાગ્યો. ખરેખર વ્યસન કોને પશ્ચાત્તાપ નથી કરાવતું ? રાજા પિતાના પુત્રનું મંદહાસ્ય મુખનું સ્મરણ કરીને દુઃખી થવા લાગ્યો. પુત્રનો વિરહ કેને દુઃખદાયક નથી? પુત્ર તથા સ્ત્રીના વિરહમાં રાજાએ ગ્રેવીસ વરસ દુઃખદાયક રીતે પસાર કર્યા, “દુઃખનું એસિડ દિવસ તે કહેવત અનુસાર ધીમે ધીમે રાજા દુઃખ ભૂલી ગયો, અને ફરીથી શિકાર કરવામાં લીન બન્યો. એકદા રાજા શિકારના માટે જંગલમાં ભટકી રહ્યો હતો, એટલામાં રાજાની પાસે એક પારધિએ હર્ષથી આવીને