________________
સ : ૧૩ા]
[
હસ્તિનાપુર આવ્યા, ત્યાં સંપત્તિને અનુરૂપ અનેક પ્રકારના વૈભવ અને વિલાસને લેાગવતાં ગગા' એ ગર્ભને પારણુ કર્યાં, ગભ ધારણ કરવાથી ગંગા'નું શરીર ભાગીરથી નદીની જેમ તેજસ્વી દેખાવા લાગ્યું, તેજસ્વી ગના પ્રભાવથી તેણી સુમેરૂ પતને દડાની જેમ માનવા લાગી, અને સમુદ્રને પાણીના ખામેચિઆની જેમ માનવા લાગી, ગનું સેવન કરતી ગંગારાણીએ શુમ મુહૂતે સુખપૂર્ણાંક સૌમ્ય અને તેજસ્વી પુત્રને જન્મ આપ્યા, તે વખતે નગરજનોએ જન્માત્સવ ઉજજ્યેા. રાજાએ પુત્ર જન્માત્સવ પ્રસંગે કારાગારમાંથી કેદીઓને છેડી મૂકયા, યાચકાને દાન આપ્યું, રાજા ગંગાપતિ હાવાથી પુત્રનું નામ ગાંગેય' પાડયું.
શિકારમાં આસક્ત એવા શાન્તનુ રાજાને ગંગારાણીએ વિનંતી કરી કે હું પ્રાણેશ ! આપના જેવા પ્રજાનુરાગી, ન્યાયપ્રિય, તેજસ્વી, પરોપકારી, બુદ્ધિમાન રાજા આ ભૂમિતલ ઉપર ખીજા કાણુ છે ? આપ જ સ શ્રેષ્ઠ અને બધા ગુણાથી યુક્ત છે. પરંતુ ચંદ્રમાની અંદર રહેલા કલંક સમાન શિકારનું વ્યસન આપના તમામ સદ્ગુણામાં કલૌંક સમાન છે, જંગલમાં રહેનારા નિરપરાષિ એવા હરણનો શિકાર કરવા તે રાજ્ય ધર્માંની વિરૂદ્ધ છે. અપરાધીને દંડ આપવા અને નિરપરાધીનું પાલન કરવું તે તમામ રાજાઓનો સનાતન ધર્મ છે. હિંસા કરનાર આત્માઓને માટે નરક ઘણી નજદીક છે,