________________
શ્રીમદ્ વિજ્યવલ્લભસૂરિજીને અંજલિ
-હરિગીત છંદ– અજ્ઞાનમૂલક જૈનજનતાને જગાડી જેમણે, નિસ્તાર વિદ્યાવિણ નથી એ તત્વ શોધ્યું એમણે; ચિન્તન કર્યું એ રોગના પ્રતિકાર અર્થે જેમણે, સ્થાપી હતી બહુ જ્ઞાન-પરબો દીર્ઘ નજરે એમણે. જડવાદકેરા વમળમાં વિદ્યાર્થીજન અટવાઈ જશે, સધર્મની વિદ્યા મળે તો વમળ પણ વિખરાઈ જશે; વિદ્યાતણું સદ્ધામવિણ સંસ્કારિતા આવે નહિ, એ કાજ વિદ્યાલય રચે ગુરુરાજ રે મુંબઈ મહીં. શાસનપતિ મહાવીરનું વારતાભર્યું અભિધાન છે, તીર્થંશના એ નામ માટે સૂરિને બહુ માન છે;
એ વાત જૈન સમાજકેરાં ધ્યાન પર લાવ્યા હતા, નિર્ણય કરી એ નામનો ઉપયોગ આદરતા હતા. નવયુગમાં વિદ્યા વગર કો ઉન્નતિ પામે નહિ, એ વાત યુગવીર સૂરિનાં મનમાં સજાગ વસી રહી; ગુરુમંત્ર વિજયાનંદ આપે દીર્ધદષ્ટિ વાપરી, “વિદ્યાતણાં ધામો બધે ઉઘડાવજે વલ્લભ ફરી.” આજે તમારા યત્નથી વિદ્યાલયો શોભી રહ્યાં, વટપ્રદ, અમદાવાદ ને પૂનામહીં સ્થિર તો થયાં વિદ્યાર્થીઓને ધર્મના સંસ્કાર પણ મળતા રહે, ગુદેવની સેવા કરે છવન સફળતાને વરે. એ ચાર વિદ્યાલય છતાં ચાળીશ એમાંથી બનો, ગુરુરાજ અમ પર આજ છે ઉપકાર અતિશે આપનો; જનતા કહે સ્વર્ગ ગયા પણ કામથી જીવી રહ્યા, છો ધન્ય વલ્લભસૂરિવર ! જીવન સફળતાને વર્યા.
માવજી દામજી શાહ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org