________________
જૈન દર્શન અને માંસા
જગતના સર્વ ધર્મોના સર્વમાન્ય સિદ્ધાંતો તો એક સરખા હોય છે, પણ દરેક ધર્મમાં અમુક અમુક સિદ્ધાંત ખાસ વિશેષ રૂપે હોય છે, અને તે સિદ્ધાંતોની સ્થાપના, પ્રતિપાદન અને પાલના તે ધર્મમાં વિશેષ રૂપે કરવામાં આવેલ હોય છે. જૈન ધર્મના આવા ખાસ સિદ્ધાંતમાં અહિંસા (દયા) સ્યાદ્વાદ તથા કર્મવાદ મુખ્ય હેવાથી તે ધર્મમાં તે સિદ્ધાંતની છણાવટ અને પાલના વિશેષ રૂપે કરવામાં આવેલ છે.
અહિંસા” એ જ જેનો મૂળભૂત મૌલિક સિદ્ધાંત છે એવા જૈન ધર્મના આગમ ગ્રંથમાં (સૂત્રામાં) અમુક અમુક સ્થળે અમુક શબ્દો આવતા જોઈ કેટલાકને એવી શંકા થાય છે કે, જૈનધર્મમાં પ્રાચીન કાળમાં માંસભિક્ષા અને માંસાહાર પ્રચલિત હશે. પ્રાચીન કાળમાં પણ કઈ કઈને આવી શંકા થઈ હોય તેમ જણાય છે અને અર્વાચીન કાળમાં જર્મન વિદ્વાન હર્મન જેકોબી તથા પ્રો. હાર્નેલ જેવાઓને પણ આવી શંકા થઈ હતી અને તેઓએ તે વાત તેમના તરફથી પ્રસિદ્ધ થએલ આગમ સૂત્રોના અનુવાદમાં પ્રતિપાદન પણ કરી હતી. હાલમાં ફરી તેવી કુશંકા પુંજાભાઈ ' જૈન ગ્રંથમાળાના સમ્પાદક ભાઈ ગોપાળદાસ જીવાભાઈ પટેલને પણ થઈ અને તેમણે તે ગ્રંથમાળામાં તે વાત પ્રતિપાદન કરી, એટલું જ નહિ પણ જૈનધર્મના ચરમ તીર્થંકર ખુદ મહાવીર સ્વામીએ પણ માંસાહાર કરેલ હતો તેમ પ્રતિપાદન કરવા જાહેર ચર્ચા પણ ઉપાડી.
worriધનતા
જાદ,
. . . ”en.