________________
જૈન દર્શન અને માંસાહાર, “જરાતવિધેન વેલાતા રહ્યા . તેથી વેદાંતને વિરોધ ન આવે તેવી તેની વ્યાખ્યા (નિર્ણય) કરવી” એ સૂત્ર આપેલું છે (નિર્ણયસાગર પ્રેસનું પ્રકાશન પૃ. ૩૪૬) આપણે પણ તેજ ન્યાયને અનુસરવું જોઈએ.
૪ દરેક ધર્મ પ્રવર્તકનાં જે અચળ અને શાશ્વત સિદ્ધાંત ૩૫ વચનો છે તે તે ત્રણે કાળમાં એક સરખાં જ રહે છે તે સિવાયનાં બીજ વચને તે સમયના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવને અનુલક્ષીને બોલાયેલ હોય અને લાંબા કાળ પછી તે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ બદલી જતાં તે વચને અત્યારના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવને બરાબર બંધ બેસતા ન જણાય તેવે વખતે તેના મૂળભૂત સિદ્ધાંતોને લક્ષમાં રાખી તે વચને સમજવાં અને તેના અર્થ ઘટાવવા, અને તેમ કરતાં જે અર્થ બરાબર ઘટી ન શકે તે તેટલી આપણી ઉણપ સમજી મૌન સેવવું, પણ મૂળભૂત સિદ્ધાંતને ઘાતક અર્થ તે નહિ જ કરવા જોઈએ. ગાંધીજી જેવી આદરણીય અને વિખ્યાત વ્યક્તિથી પણ ગીતાનું ભાષાંતર કરતાં તેના અમુક
કે તેના મૂળભૂત સિદ્ધાંત સાથે ઘટાવી ન શકાયું ત્યારે ત્યાં આગળ તેમણે પોતાની ઉણપ કબૂલ કરી મૌન સેવ્યું છે, આપણે પણ તેમ જ વર્તવું જોઈએ.
. વળી આ વાત પણ આપણે ધ્યાનમાં રાખવી જોઈએ કે, તે વખતનાં પ્રાણી, વનસ્પતિ, વસ્તુઓ વગેરે અત્યારે કેટલીક મેજુદ હેાય અને કેટલીક ન પણ હેય, તેમનાં તે વખતનાં નામે અત્યારનાં નામો સાથે બંધ બેસતાં હોય અને ન પણ હોય, તેમનાં ગુણદોષોમાં પણ લાંબા કાળના અંતરને લીધે ફેરફાર પણ જણાતો હોય, તે પ્રસંગે તે પ્રાણું, વસ્તુ અને વનસ્પતિના અર્થ