________________
૩૪
જૈનદર્શન અને માંસાહાર. મિષ ભજનવાળા તથા માંસ, મત્સ્ય, તથા મદિરાવાળા આમિષ ભોજનવાળા–ને લગત અધિકાર છે. આવા જમણવારમાં મુનિએ ભિક્ષાર્થે જવું કે કેમ? તથા ત્યાંનાં આહારપાણી ગ્રહણ કરવાં કે કેમ? તેને ખુલાસો આ સૂત્રમાં શાસ્ત્રકાર કરે છે.
શાસ્ત્રકાર સ્પષ્ટ શબ્દોમાં ફરમાવે છે કે જે સ્થળે જમણવાર હેય તે સ્થળે કે તે રસ્તે પણ મુનિએ જવું નહિ તેમજ ત્યાંથી આહારપાણી પણ ગ્રહણ કરવાં નહિ કારણ કે આવા સ્થળે જવું, તથા ત્યાંનાં આહારપાણી લેવાં તે બન્ને સંયમધર્મને અનેક રીતે વિઘકર્તા છે, અને કર્મબંધના હેતુરૂપ છે. આવી સ્પષ્ટ શબ્દોમાં મનાઈ કર્યા પછી ૫૬રમાં સૂત્રમાં શાસ્ત્રકાર તેવા સ્થળે થઈને જવાની આજ્ઞા આપે છે તે શાસ્ત્રકારને કહેવાનો હેતુ શો છે તે તપાસીએ.
પ૬૧મા સૂત્રમાં શાસ્ત્રકાર કહે છે કે “મુનિને ગૃહસ્થના વાસ તરફ ભિક્ષાર્થે જતાં, તેને એવું જણાય કે અહિં માંસ, મત્સ્ય, કે મદિરાવાળું વિવાહભેજન, મૃતકભજન, યા પ્રીતિભોજન છે, અને તે સ્થાન તરફ જવાના રસ્તામાં બીજ, વનસ્પતિ, ઠાર, પાણી, કે ઝીણાં જીવજંતુઓ ઘણું હેય, અથવા ત્યાં આગળ બૌદ્ધધર્મના શ્રમણ, બ્રાહ્મણ, વટેમાર્ગુઓ, રંક ભિક્ષુક કે ભાટ ચારણો આવેલા હેય, કે આવવાના હેય, અને તેથી ત્યાં બહુ ભીડ થવાની હોય, કે જેથી મુનિને ભિક્ષાર્થે અગર તે પઠન પાઠન, સર્જાય ધ્યાન, કે ધર્મોપદેશ માટે તે રસ્તે થઈને જવું આવવું મુશ્કેલી ભરેલું હોય, તે તેવા સ્થળે થઈને ચતુર મુનિએ જવાનો વિચાર માત્ર નહિ કરો.”
હવે આ પછીનાજ પ૬રમા સૂત્રમાં શાસ્ત્રકાર કહે છે કે, “મુનિને ગૃહસ્થીઓના વાસ તરફ ભિક્ષાર્થે જતાં, તેને એવું જણાય કે અહીં માંસ, મત્સ્ય, કે મદિરાવાળું વિવાહ ભેજન, મૃતકભેજન, કે પ્રીતિજન છે, અને તે સ્થાન તરફ જવાના રસ્તામાં કશી વનસ્પતિ, જળ કે જીવજંતુ ન હોય, તેમજ ત્યાં શ્રમણ બ્રાહ્મણદિકની ભીડ પણ