Book Title: Jain Darshan Ane Mansahar
Author(s): Manilal Vanmali Shah
Publisher: Mahavir Jain Gyanoday Society

View full book text
Previous | Next

Page 23
________________ જૈન દર્શન અને માંસાહાર વળી “સુશ્રુતસંહિતા'માં પૃ. ૩૨૭ મે બિજેરાના ગુણનું વર્ણન કરતાં બિજેરાના “ગરીને માટે માંસ શબ્દ વાપરેલ છે. त्वक् तिक्ता दुर्जरा तस्य वात कृमि कफापहा । स्वादु शीतं गुरु स्निग्धं मासं मारुतपित्तजित् ।। ઉપર જણાવ્યા પ્રમાણે સથિ અને માંસ શબ્દ પ્રાણું તથા વનસ્પતિ બન્ને શાસ્ત્રમાં સરખા અર્થોમાં વપરાયેલ છે. શાસ્ત્રકારોએ પ્રાણું કે તેના અમુક ભાગને અમુક નામથી સંબોધ્યા પછી તેવાં લક્ષણ, રૂપ કે ગુણ વાળી વનસ્પતિ કે તેના તેવા ભાગને સંબોધવાનો પ્રસંગ આવ્યો ત્યારે તેઓએ નવો શબ્દ નહિ જતાં સમજણ પૂર્વક તેજ શબ્દ વનસ્પતિ માટે પણ વાપરેલા છે, કારણ કે તેજ કહેવાનો આશય બરાબર સાચવી શકાય અને સમજાવી શકાય. સંસ્કૃત કે માગધી ભાષામાં આમ સમાન લક્ષણ, ગુણ કે રૂ૫ ઉપરથી એકજ શબ્દ જુદે જુદે સ્થળે વપરાયેલ છે એમ નહિ, કિન્તુ દરેક ભાષામાં તે પ્રમાણે ઉપયોગ થયેલ છે. દષ્ટાંત તરીકે;Stone=પત્થર તે ઉપરથી 1 Stone of a mango કેરીની ગોટલી. 2 Stone in bladder પથરી અથવા પાણવી. Skeleton=હાડકાંનું પિંજર, હાડપિંજર તે ઉપરથી 1 Skeleton of a leaf 12110710. 2 Skeleton of a Building મકાનનું ખોખું.

Loading...

Page Navigation
1 ... 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72