Book Title: Jain Darshan Ane Mansahar
Author(s): Manilal Vanmali Shah
Publisher: Mahavir Jain Gyanoday Society

View full book text
Previous | Next

Page 47
________________ જૈનદર્શન અને માંસાહાર ३४ ब કામ માટે પણ હે મુનિ ! તે રસ્તે થઇને તારે જવું નહિ. આ ઉપરથી સ્પષ્ટ થશે કે આવી અભક્ષ્ય વસ્તુવાળી જમણવારમાં જવાની કે ત્યાંની ભિક્ષા ગ્રહણ કરવાની તે અહિં આં વાતજ નથી. જૈન ધર્મના સાધુ સાધ્વીના આચારને લગતાં પ્રમાણભૂત ગણાતાં આચારાંગ અને દશવૈકાલિક જેવાં સૂત્રેામાં જે જે વિવાદગ્રસ્ત ગાથાઓ તથા પ્રસ ંગેા છે તેની વિસ્તારથી અને જુદા જુદા દ્રષ્ટિબિંદુથી છણાવટ કરીને અહીં એમ સિદ્ધ કરેલ છે કે જૈનધમ માં કે તેના અનુયાયીઓમાં માંસ, મત્સ્ય કે મદિરા જેવી અગ્રાહ્ય, અને અભક્ષ્ય ચીજ ગ્રહણ કરવાની અગર તેા ખાવાની કયાંય પણ આજ્ઞા આપેલ નથી. પરંતુ સખ્ત મનાઇ કરેલ છે. —ભગવતી સૂત્ર— ભગવતીમાં ગાશાલકના અધિકાર છે તેનેા ટુક સારાંશ:ગેાશાલક પ્રથમ ભગવાન મહાવીરને શિષ્ય હતા અને ભગવાન મહાવીર પાસે કેટલેક વખત રહ્યો હતા, પરંતુ પાછળથી તે તેમનાથી છૂટા થયા હતા. છૂટા પડયા બાદ તેણે તેજોèસ્યા સાધી તથા અષ્ટાંગ નિમિત્ત ભણીને હું સતા છું એવી પ્રસિદ્ધિ કરવા માંડી. એક વખત તે શ્રાવસ્તી નગરીમાં આવ્યા અને ત્યાં પેાતાને સન તરીકે ઓળખાવવા લાગ્યા. લામાં આ વાત ચર્ચાવા લાગી. પાછળથી તે જ નગરીમાં પ્રભુ મહાવીરનું પધારવું થયું. ગ્રામવાસીઓએ ગોશાલકની આ સનપણાની વાત ગૌતમસ્વામીને પુછી, ગૌતમે પ્રભુ મહાવીરને પૂછ્યું, અને પ્રભુએ ગેશાલકની આખી જીવનકથા કહી સંભળાવી, તથા તેણે સનપણું... (જિનપદ) પ્રાપ્ત કર્યું નથી તેમ પણ કહ્યુ. ગાશાલકનું આ જીવનચરિત્ર લેાકામાં ચર્ચાવા લાગ્યુ, અને કર્ણોપક તે વાત ગેાશાલકના કાન પર આવી એટલે તે ઘણા ક્રાતિ થયા. ક્રેાધથી ખળ્યેા જત્યેા વખત તે પ્રભુ મહાવીરની પાસે આવ્યા, અને ત્યાં એક

Loading...

Page Navigation
1 ... 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72