Book Title: Jain Darshan Ane Mansahar
Author(s): Manilal Vanmali Shah
Publisher: Mahavir Jain Gyanoday Society

View full book text
Previous | Next

Page 31
________________ ૨૦ જેનદન અને માંસાહાર. કરતી વખતે જે શબ્દ પ્રયોગ કરેલ તે અલંકારિક હેવાથી ગેરસમજ ઉત્પન્ન કરે તેવો હતો એમ તેઓ જાણતા હોવાથી તે ગેરસમજ ન થાય તે ખાતર ખરું શદ વાપરેલ હતો. પાંચમે ખુલાસે- સાધુજીની માગણી તે ફકત જરું એટલે ગર–ગીર-નરમ ભાગ આપવાની હતી, નહિ કે ઠળીયા કે કઠણ ભાગ આપવાની. છતાં જ્યારે દાતાર સાધુજીના પાત્રમાં બને ચીજ મિશ્રિત છે તેવો ગર નાખી દે છે ત્યારે સ્વાભાવિક તે પ્રસંગે સાધુજીને રોષ થાય. ગોચરી પ્રસંગે આવા પ્રસંગે બને ત્યારે સાધુએ કેમ વર્તવું તે બતાવવા શાસ્ત્રકાર ફરમાવે છે કે, તે છે હિ” ત્તિ વપsiા, “દિ ત્તિ વપઝાહે મુનિ ! તું ભલું કર્યું કે ભલાથી અનેરું એટલે બૂરું કર્યું" એમ કશું બોલીશ નહિ. પણ ખામોશ પકડજે. ઉપરના ખુલાસાઓ લક્ષમાં રાખીને હવે આપણે તે આખા સૂત્રને અર્થ કરીએ જે નીચે પ્રમાણે થાય છે. વળી કદાચ મુનિને કોઈ નિમંત્રણ કરે કે “હે આયુષ્યમાન શ્રમણ ! તમને બહુ ઠળીયાવાળે અથવા માછલાંની માફક બહુ કઠણ ભાગ વાળે ફળને ગર (ગીરનરમ ભાગ) જોઈએ છે? આવું વાક્ય સાંભળીને મુનિએ તરત જ જવાબ આપે કે, “હે આયુષ્યમાન યા બહેન ! મને બહુ ઠળીયાવાળે ગર નથી જોઈતા પરંતુ તમે મને તે દેવાજ ચાહતા હે તે તેની અંદર જેટલો ગર છે, તે આપે, પરંતુ ઠળીયા ન આપો” એમ કહ્યા છતાં પણ ગૃહસ્થ પિતાના વાસણમાંથી તે બહુ ઠળીયાવાળે ગરુ લાવીને આપવા માંડે તે મુનિએ તેના હાથમાંથી કે વાસણમાંથી તે ગ્રહણ કરવો નહિ,

Loading...

Page Navigation
1 ... 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72