________________
જૈનદર્શન અને માંસાહાર,
૩૫
પોતાનું ખરૂં સ્વરૂપ છુપાવવા પ્રયત્ન કર્યાં, ત્યારે ભગવાને તે ખુલ્લુ કર્યું, આથી તે ગુસ્સે થયા. આ જોઇ એ સાધુએ તેને સમજાવવા ગયા એટલે તેના પર તેોલેશ્યા મૂક્ત તેને બાળીને ભસ્મ કર્યાં. ભમવાને તેને સમાવ્યા પણ નહિ સમજતાં ભગવાન ઉપર પણ તેજાલેફ્સા મૂકી. આ તેજોલેશ્યા ભગવાનને સ્પર્શી પણ શરીરમાં પ્રવેશી નહિ પરંતુ પાછી કરી ગેાશાલકના શરીરમાં પ્રવેશી ગઇ. આ વખતે ગેાશાલકે પ્રભુને કહ્યું કે, મારી તેજોલેશ્યાના પ્રતાપે તું છ મહિનાની અંદર પિત્તજવરના દાહથી પીડાઇ કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યાં વગર મરણ પામીશ. ત્યારે ભગવાને કહ્યું કે, હું તે હજી ૧૬ વ જીવવાના ધ્યું, પરંતુ તું પાતે તારીજ તેોલેસ્યાના પ્રતાપે સાતમી રાત્રિએ પિત્તજવરના દાહથી પીડાઇ કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યા વગર મરણ પામીશ.
આ તેજોલેશ્યાના પરિણામે ભગવાન મહાવીરને પિત્તજવર તથા લેહીના ઝાડા થઇ આવ્યા. આ જોઇને આમ વર્ગને તથા કેટલાક સાધુઓને ધણીજ ચિંતા થવા લાગી કે શુ ગોશાલકનું કહેવું ખરૂ પડશે ? પ્રભુ ઉપર અત્યંત જેને રાગ હતા તેવા સિંહ નામના અણુગાર જે જંગલમાં ધ્યાન કરતા હતા, ત્યાં તેમણે પણ આ વાત સાંભળી, એટલે તેને ઘણાજ અક્સાસ થયા અને તેઓ ઘણા દુ:ખી થઇ રડવા લાગ્યા. ભગવાને પેાતાના જ્ઞાન વડે આ જાણ્યું એટલે તેને પેાતાની પાસે ખેલાવી સાત્ત્વન આપ્યું. તયા આમ વર્ગોની અને સાધુ વની આ ચિંતા દૂર કરવા માટે સિંહ મુનિને કહ્યું કે, હે સિંહ ! તું મેંઢિક ગામમાં જા અને ત્યાં રેવતી ગાથાપત્નીએ. એ પાકા તૈયાર કરેલ છે. એક મારા માટે તથા એક બીજો. જે પાક મારા માટે બનાવ્યા છે તેનું કામ નથી, પરંતુ બીજો જે પાક છે તે લઇ આવ. ” ભગવાને તે પાક આસકિત
""