________________
- જૈનદર્શન અને માંસાહાર. ૩ ઠાણાંગમાં ચોથે ઠાણે જણાવેલ છે કે, ચાર કારણે જીવ નરકનાં કર્મ બાંધે. ૧ મહારંભ, ૨ મહા પરિગ્રહ, ૩ પંચેકિય જીવને વધ અને ૪ કુણિમહારેણું એટલે માંસાહાર.
૪,ઉવવાઈ સૂત્રમાં પણ માંસાહાર કરનાર નારકીને યોગ્ય કર્મ બાંધી નરક ગતિમાં ઉત્પન્ન થાય છે તે પાઠ છે.
૫ ભગવતીજી શતક ૮ ઉદ્દેશે ૯ મે ગૌતમ સ્વામીએ ભગવાન મહાવીરને નરક ગતિને યોગ્ય કાર્માણ શરીર પ્રયોગ બંધનું કારણ પૂછેલ છે. તેને ઉત્તર આપતાં ભગવાને કહેલ છે કે, હે ગૌતમ ! મહારંભ, મહા પરિગ્રહ, માંસાહાર તથા પંચૅક્રિય જીવના વધથી નારકીના આયુષ્યને યોગ્ય કાર્માણ શરીર પ્રયોગ બંધ થાય છે.
૬ સાધુઓને તો શું પણ શ્રાવકને પણ માંસ અને મદિરા ખાવાં કલ્પતાં નથી, જે કલ્પતાં હોત તો શ્રાવકના સાતમા વ્રતમાં ૨૬ બોલની જે મર્યાદાનું વર્ણન કરેલ છે અને જેમાં શ્રાવકના ભોગપભેગમાં આવતી દરેક ચીજને સમાવેશ કરેલ છે તેમાં માંસ, મદિરા, ઈડાં વગેરેને સમાવેશ જરૂર કરત, પણ તેવો ઉલ્લેખ તેમાં કરેલ નથી. એટલે શ્રાવકો તે ચીજ ખાતા નહેતા એમ ચેકસ થાય છે. વળી તેજ વ્રતના અતિચારોમાં ચિ + ओसहि भक्खणयाए, दुपोलिय + ओसहि भक्खणयाए વગેરે પાઠ છે તેમાં જે યદિ શબ્દ વાપરેલ છે તેને અર્થ ધાન્યની જાત બાજરી, જુવાર વગેરે (નાગમ શબ્દ સંગ્રહ છે. ૨૧૮) થાય છે. એટલે કે શ્રાવકને ધાન્ય ખાનાર કહેલ છે નહિ કે માંસ ખાનાર. જે ધર્મના શ્રાવકે ધાન્ય ખાનાર હેય તેજ