________________
જૈનદર્શન અને માંસાહાર. ૪ આ આખું અધ્યયન આહાર અને પાણીને જ લગતું છે, અને તેના વર્ણનમાં વિવાદવાળા સૂત્રનાં પહેલાંનાં બધાં સૂત્રોમાં વનસ્પતિનાજ આહારની વાત આવે છે. આ દશમા અધ્યયનના અગિયારે ઉદ્દેશામાં ધોક માર્ગની એટલે કે હમેશાં લેવાતા આહાર અને પાણીની તથા અપવાદ માર્ગની ચર્ચા કરવામાં આવી છે. જે આહાર લેવામાં સાધુને વિચાર થઈ પડે, ભૂલ થવાનો સંભવ જણાય, જે લેવાથી પિતાના સંયમધર્મને બાધા પહેચે તેવી વિચારવા યોગ્ય આહારને એમાં વિચાર કરવામાં આવ્યો છે. અને તેવા શંકાશીલ પ્રશ્નોના ખુલાસાઓ પણ કરવામાં આવ્યા છે, કે જે ખુલાસાઓ સાધુ સાધ્વીને પોતાની હમેશની દિનચર્યામાં માર્ગ દર્શક થાય. જે સાધુને માંસ અને માછલાં લેવાં કલ્પતાં હોત તો જેમ પાણી, વિનસ્પતિ, ફળ, કંદ વગેરે માટે જુદા જુદા ઉદ્દેશ આપેલા છે તેમ આને માટે પણ એકાદ ઉદ્દેશો આપવામાં આવત. અને તે ઉદ્દેશામાં તેનું સવિસ્તર વર્ણન કરવામાં આવત. પહેલાં તો તેને હંમેશના લેવાના આહાર તરીકે અને પછી તેના અપવાદ રૂપ પ્રસંગેનું વર્ણન શાસ્ત્રકાર કરત. પણ આમ અચાનક વનસ્પતિના અધિકારમાં મૂકી દે છે તેમ મૂકત નહિ. વળી હમેશને માંસ અને માછલાં ખાવાનો રિવાજ હોત અને તેવાં હમેશના પ્રસંગની આ વાત હેત તે આ ૬૨૯-૬૩૦માં સૂત્રમાં માંસનું જે વર્ણન કરવામાં આવેલ છે તેવું વર્ણન કરવાની જરૂર રહેતી નહિ. કારણ હમેશા વહેરાવવાની ચીજોનું વર્ણન સાધુજી પાસે કરવામાં આવતું નથી. એટલે આ કઈ ખાસ પ્રસંગની વાત છે અને તે વનસ્પતિ વાળા અધ્યયનમાં આવતી હોવાથી વનસ્પતિને જ લગતી છે.
૫ વળી એ પણ ખ્યાલ કરવો જોઇએ કે, જે શાસ્ત્રકાર સચેત, કાચો પાક કે દેશવાળો એવો વનસ્પતિનો આહાર ગ્રહણ