________________
શાસા શેઠ દામોદરદાસ જગજીવનભાઇ દામનગરવાળાની
સમ્મતિ.
આપે ઘણું પુસ્તકના આધારેને ઉલ્લેખ કરીને નિબંધ લખવામાં ખુબ પરિશ્રમ ઉઠાવ્યો છે, એમ મારું માનવું છે.
મૂળભૂત સિદ્ધાંતથી આપે ઉપાડયું છે તે સત્ય જ છે કે એક પાંખડી પણ જ્યાં દુભાય ત્યાં જૈન મતની સંમતિ હોઈ શકે નહીં.
શ્રી હર્ષચંદ્ર કપુરચંદ દેશી ન્યાય વ્યાકરણતીર્થ
સંપાદક જૈન પ્રકાશની સમ્મતિ
પુસ્તિકા આઘોપાંત વાંચી, તેમાં આપેલ પ્રમાણે તથા દલીલે નિર્વિવાદ છે. * * * એક યા બીજા રૂપે આ પુસ્તિકા વર્તમાન ચર્ચાના જવાબ રૂપે છે અને જે સરળતા અને સમજણપૂર્વક વિચાર કરવાને અવકાશ હોય તે જરૂર વિચાર પરિવર્તન કરાવે તેવું સચોટ દલિલપૂર્વકનું તેમાં વસ્તુ નિરૂપણ કરવામાં આવેલ છે. આ પ્રયાસ સ્તુત્ય છે.