________________
જૈન દ્દન અને માંસાહાર
કરવામાં મૂળ પરૂપણાના કાળને તથા પ્રસંગને ધ્યાનમાં રાખી તેના મૂળ સિદ્ધાંતને ઉપકારક જણાય તેવા અર્થ કરવા જોઇએ.
આટલી હકીકત ધ્યાનમાં રાખી હવે આપણે મૂળ બાબતની ચર્ચા કરીએ.
પહેલાં તે। જૈન આગમ સૂત્રેામાં આવી દેખીતી રીતે શકાશીલ હકીકતા કયાં આવેલ છે અને કેવા સંજોગોમાં આવેલ છે તેને વિચાર કરી પછી તેની ચર્ચા
કરીએ.
આચારાંગ અને દરાવૈકાલિક સૂત્રાના પિંડેષણા (પિંડ= આહારની, એષણા દોષાદોષ નિરીક્ષણ) વાળા અધ્યયનમાં આવી હકીકત આવેલ છે, તથા ભગવતી સૂત્રમાં એક સ્થળે આવે ઉલ્લેખ મળી આવે છે. તે સિવાય બીજે સ્થળે જણાતા નથી.
-
પ્રાચીન કાળમાં એટલે પ્રભુ મહાવીરના વખતમાં વધર્મમાં યજ્ઞની અંદર પશુઓની આહુતિએ તથા આ પશુબલિદાનને લીધે માંસાહારે જનતામાં એટલું તેા પ્રાબલ્ય મેળવ્યું હતું કે તે જોઇને પ્રભુ મહાવીર અને બુદ્ધ જેવાના આત્મા કકળી ઉઠયા અને આ બન્ને મહાન વ્યક્તિઓએ તેની સામે પેાતાનેા પાકાર ઉઠાવ્યું। અને અહિંસા એજ પરમધર્મ હાઇ શકે એવી ઉદ્ઘોષણા કરી.
પ્રભુ મહાવીરે પોતાના સાધુઓને ભિક્ષાચરી કરીને નિર્વાહ કરવાનું કરમાવેલ હોવાથી આવા કાળની અંદર ગૃહસ્થને ધેર ભિક્ષાચરી માટે જતાં ત્યાં તે। ભક્ષ્ય અને અભક્ષ્ય બન્ને ચીજો હોય તે તેવે પ્રસંગે સાધુએ કેમ વર્તવું તે ખતાવવા પૂરતા જ ઉલ્લેખ છે. અને ત્યાં આવા શબ્દો શાસ્ત્રકારે વાપરેલ છે. આ શબ્દો જ આ ભ્રમ પેદા કરવાના કારણરૂપ છે. હવે આપણે આવા દરેક પ્રસંગનું સવિસ્તાર વિવેચન કરીએ.