________________
૩૬
જૈનદર્શન અને માંસાહાર,
રહિતપણે ખાધે અને પીડા શાન્ત થઇ. અહિંયાં ઉપરના પાકના સંબંધમાં જે શબ્દો શાસ્ત્રકારે વાપરેલ છે તેના માટે તે કોઇને વાંધા નથી, તે તે સૌને માન્ય છે, પરંતુ તે શબ્દોના અર્થમાં વાંધા છે. તે અર્થાં વિવાદગ્રસ્ત છે, એટલે તેની ચર્ચા કરી તેને નિષ્ણુય કરવાની જરૂર છે.
આ ચર્ચા કરવા પહેલાં એક વાતને ખુલાસા કરવાની જરૂર છે. તેજોલેસ્યા તે કાઇ અલૌકિક ચીજ નથી. તે એક પ્રકારની લબ્ધિ છે. શક્તિવિશેષ છે, અને તે લબ્ધિ. અમુક પ્રકારના તપથી મેળવી શકાય છે, જેમ ચેાગના પ્રયાગથી અમુક પ્રકારની શકિતઓ પ્રાપ્ત થઇ શકે છે, અને તેના પ્રયાગ શરીર ઉપર પણ થઇ શકે છે, તેવીજ રીતે આ લબ્ધિ પણ પ્રાપ્ત થઇ શકે છે અને તેના પ્રયાગથી શરીર બળીને ભસ્મ થઇ શકે છે. એટલે જે તેજોલેશ્યાને અલૌકિક ગણીએ તેા પછી તે આખા પ્રસંગને અલૌકિક ગણી તેની ચર્ચા જ ન કરવી જોઇએ તે તે। તેમાં
શ્રદ્દા રાખી તે પ્રસગને જૈનધર્મના અહિંસાના
સિદ્ધાંતને ખાધા ન થાય તેવી રીતે ધટાવવા જોઇએ અને માનવા જોઇએ, પરંતુ ઉપર કહ્યું તેમ તેજોલેશ્યાને એક શક્તિવિશેષ ગણીએ તા તેને પ્રયાગ શરીર ઉપર થઇ શકે છે. અને તે પ્રયાગથી શરીર બળીને ભસ્મ થઇ શકે છે, અગર અમુક પ્રકારને વ્યાધિ પણ પેદા થાય છે. અને તે શારીરિક વ્યાધિ હોવાથી તેના લૌકિક ઉપચાર પણ થઇ શકે છે. આપણે પણ તેને લૌકિક ગણી તેની અહીંયાં ચર્ચા કરીશું.
મૂળ સૂત્રમાં આ વાંધાવાળા પાઠ નીચે પ્રમાણે છે.
तत्थ णं रेवतीए गाहावतिणीए मम अठ्ठाए दुवे कवायसरीरा उवक्खडिया तेहिं नो अट्ठो, अत्थि से
66