________________
૨૮
જેનદર્શન અને માંસાહાર, બીજા પદમાં વર્ણવેલા ફળમાં પહેલા પદમાં વર્ણવેલા ગરના જેવોજ ગર અથવા કઠણ ભાગ હોવાથી તેને દષ્ટાંત તરીકે લેવાનું સબળ કારણ મળે છે તથા આ ગાથાઓ પદ્યમાં હોવાથી અને પદ પૂર્ણ થવાથી તેવો દૃષ્ટાંતવાચક શબ્દ મૂકેલ પણ ન હોય.
गिरिं नहेहिं खणह अयं दन्तेहिं खायह ।. जाय तेय पाएहि हणह जे भिक्खु अवमन्नह ।।.
(ઉતરાધ્યયન સૂત્ર અ. ૧૨ ગાથા ૨૬ મી.) ઉપરની ગાથામાં દષ્ટાંતવાચક સ્પષ્ટ શબ્દ નહિ હોવા છતાં તે લેવામાં આવેલ છે. તેમ અહીંયાં પણ લેવો જોઈએ. અને તેમ લેવાથી અર્થ વધારે સ્પષ્ટ તથા મજબૂત થાય છે.
આવા સ્પષ્ટ ખુલાસાવાળો અર્થ હોવા છતાં અને શાસ્ત્રકાર ઉદાહરણો સાથે વનસ્પતિને સ્પષ્ટ ઉલ્લેખ કરે છે છતાં તેને માંસ અને માછલાંની વાતે કલ્પવી તે નરી અજ્ઞાનતા નહિ તે બીજું શું કહેવું? - આચારાંગ તથા દશવૈકાલિક સૂત્રોમાંનો આ વિવાદવાળા અધિકારના ખુલાસાની ચાવી બે શબ્દોમાં જ છે ૧ દિ એટલે ઠળીયે અને ૨ મgછે તથા મમિ પછી આવતો વા એટલે પેઠે, જેમ. આ બે શબ્દોના અર્થ બરાબર પકડાય તે પછી આખી ગાથાને વનસ્પતિવાચક અર્થ બંધ બેસત થઈ જાય છે, અને તે બે શબ્દોના જે અર્થ અત્રે કરવામાં આવેલ છે તે શાસ્ત્રોકત તથા કોષના પ્રમાણયુક્ત પણ છે એટલે તે સ્વીકાર્ય છે.
આવા સ્પષ્ટ અર્થે હોવા છતાં અત્યાર સુધીના આચાર્યો કે ટીકાકારેને તે કેમ ન સૂઝયા અને તમને અત્યારે કેમ સુઝે છે? તેમ ગણીને આ વાત ગૌણ ગણવાની કે ઉડાવી મૂકવાની નથી