________________
જૈનદર્શન અને માંસાહાર, પિતાના છવાસ્થપણાને લીધે કોઈ પણ ઠેકાણે ખલના થતી હોય તેમ જણાય છે તે દેષ પિતાને છે પણ પ્રભુની વાણીને નથી તે સ્પષ્ટ ખુલાસો ટીકાકારોએ પિતેજ કરેલ છે. એટલે ટીકાકારના છદ્મસ્થપણાનો પણ આપણે વિચાર કરવો જોઈએ.
આચારાંગ સૂત્રના ટીકાકાર શિલાંક આચાર્યો તથા દશવૈકાલિક સૂત્રના ટીકાકાર હરિભદ્રસૂરિએ સૂત્રોમાં આવતા આ વિવાદગ્રસ્ત શબ્દોના અર્થો જેનધર્મના મૂળભૂત સિદ્ધાંતને બંધ બેસતા કરવા માટે પિતાની બુદ્ધિને ઠીક ઠીક કસીને કશીશ કરી હતી. પૃથ્વી, પાણુ જેવા છકાય જીવની દયા પાળનાર, કીડીઓની કરુણુ ખાતર કડવી તુંબીને આહાર કરનાર, અગર પિતાના માનનીય સિદ્ધાંત ખાતર પાંચસો પાંચસો એકી વખતે, હસતે મોઢે, ઘાણીમાં પીલાઈ મરી ફીટનાર જૈન સાધુઓ અનિવાર્ય સંગમાં પણ માંસ અને માછલાં ખાય તે વાત તો તેમને ગળે નજ ઉતરી. તેમ સૂત્રેના તે ભાગને કેટલાક અત્યારે ક્ષેપક કે વિચારણીય ગણે છે તેમ ગણવાની ધૃષ્ટતા પણ તેમણે ન જ કરી, પરંતુ પિતાની બુદ્ધિને કસીને મૂળ સિદ્ધાંતના હાર્દને જેટલું નજીકમાં નજીક જઇ શકાય તેટલું જવાનો પ્રયત્ન કર્યો, પરંતુ કોઈ પણ ઠેકાણે માંસ ખાવાને અર્થ તે કરેલ જ નથી.
ભગવતી સૂત્રના ટીકાકાર અભયદેવસૂરિએ તે વનસ્પતિવાચક અર્થ જ સ્વીકાર્યો છે અને તે પ્રમાણે ટીકામાં પણ અર્થ કરેલ છે. એટલે ટીકાકારોના મત પ્રમાણે પણ જૈન સાધુઓ માંસ ભિક્ષા અગર માંસાહાર કરતા તેમ કયાંય પણ સિદ્ધ થઈ શકતું નથી.
ટીકાકારે પ્રત્યે સંપૂર્ણ પૂજનીય બુદ્ધિ હોવા છતાં વિવાદગ્રસ્ત સૂત્રોના તેમણે જે અર્થો કર્યા છે તે સિવાય બીજા અર્થો નજ હોઈ શકે તેમ તે નજ કહેવાય. એટલે આ લેખમાં જણાવેલા