________________
દષ્ટિએ વિસ્તૃત લખાય કે લખાવાય તે આ પુસ્તિકા ઓર પ્રકાશ આપશે. છતાં છે તે યોગ્ય જ છે.
“ ના મgvurat” (પાકત શબ્દકોષ ) ના કર્તા કલકત્તા વિશ્વવિદ્યાલયના સંસ્કૃત તથા પ્રાકૃત
ભાષાના અધ્યાપક ન્યાય વ્યાકરણતીથ ૫. હરગેવિંદદાસ ત્રીકમચંદ શેઠને અભિપ્રાય.
શ્રી આચારાંગ સૂત્ર, દશવૈકાલિક સૂત્ર અને ભગવતી સૂત્રના અમુક પાઠોને લઇને કેટલાક વિદ્વાન જૈનદર્શનમાં માંસાહારના વિધાનને જે ભ્રમ સેવી રહ્યા છે તે ભ્રમને દૂર કરવા માટે “જૈન દર્શન અને માંસાહાર” નામના આપના લઘુ પણ મહત્ત્વપૂર્ણ પુસ્તકમાં જે અકાટ પ્રમાણે અને દલીલો સાથે સુન્દર, સ્પષ્ટ અને સચોટ ખુલાસાઓ આપવામાં આવેલ છે તે વાંચ્યા પછી તેવા ભ્રમ માટે કોઈપણ વ્યાજબી સ્થાન રહેતું નથી, રહી શકતું નથી. આપે આપેલા ખુલાસાઓમાં કેટલાક નવીન પણ સુસંગત અને આદરણીય છે. ખરેખર આ દિશામાં આપને આ પ્રયત્ન નવીન પ્રકાશ પાડનાર હેઈને સફળ અને સ્તુતિપાત્ર છે.
ગોંડલ સંપ્રદાયના વિદ્વાન પંડિત મુનિશ્રી પુરુષોત્તમ
મહારાજને અભિપ્રાય.
“પુસ્તક મળ્યું, પુરેપુરું ધ્યાનપૂર્વક વાંચ્યું. આ પુસ્તક લખી તમે જૈનધર્મની અતિ ઉત્તમ સેવા બજાવી છે. પુસ્તક સાધુ વર્ગને